- લાખો કર્મચારીઓને ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત
- ઓલ ઈન્ડિયા રેલ્વે અને પ્રોડક્શન યુનિટના જનરલ મેનેજર અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સે નિર્ણય લીધો
- હવે ડીએ 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવશે
દશેરા અને દિવાળીના અવસર પર રેલવે બોર્ડે તેના લાખો કર્મચારીઓને ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. ત્યાર બાદ તે 42 ટકાથી વધીને 46 ટકા થઈ ગયો છે. આ દરો 1 જુલાઈ 2023થી લાગુ થઈ ગયા છે. રેલ્વે બોર્ડ દ્વારા 23 ઓક્ટોબર 2023ના રોજ જારી કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર, ઓલ ઈન્ડિયા રેલ્વે અને પ્રોડક્શન યુનિટના જનરલ મેનેજર અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સે નિર્ણય લીધો છે કે હવે ડીએ 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવશે.
તમને વધતો પગાર ક્યારે મળશે?
રેલવે બોર્ડે તેના નોટિફિકેશનમાં એ પણ જણાવ્યું છે કે જુલાઈ 2023થી અત્યાર સુધીનું એરિયર્સ કર્મચારીઓને આપવામાં આવશે. આ બાકી રકમ આગામી મહિનાના પગાર સાથે જમા કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે કર્મચારીઓનો ડીએ વધારો જુલાઈ 2023થી પેન્ડિંગ હતો. આવી સ્થિતિમાં આ મેળવવો કર્મચારીઓનો અધિકાર હતો. હવે કર્મચારીઓને તેમનો હક્ક મળી રહ્યો છે. રેલ્વે બોર્ડના આ નિર્ણય બાદ રેલ્વે કર્મચારી યુનિયનોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેમેનના જનરલ સેક્રેટરી એમ રાઘવૈયાએ આ નિર્ણય બાદ કહ્યું છે કે આ નિર્ણય માત્ર મોંઘવારી દરના આધારે લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે કર્મચારીઓ પર મોંઘવારીની કોઈ અસર ન થવી જોઈએ.
દિવાળી બોનસ પણ જાહેર કર્યું
ડીએ વધારવાના રેલવે બોર્ડના નિર્ણય પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી બોનસની ભેટ આપી હતી. કેન્દ્ર સરકારે ગ્રુપ સી અને નોન ગેજેટ ગ્રુપ બી અધિકારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે આ બોનસની મહત્તમ મર્યાદા 7,000 રૂપિયા નક્કી કરી છે. કેબિનેટે આ બોનસ માટે 15,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.