• આધાર કાર્ડ 14 સપ્ટેમ્બર 2024 સુધી ફ્રીમાં અપડેટ કરો
  • myAadhaar પોર્ટલ પર ઓળખ અને સરનામાનો પુરાવો અપડેટ કરી શકાશે
  • ઓનલાઈન અપડેટ માટે ફ્રી અને ઓફલાઈન અપડેટ માટે 50 રૂપિયા ફી છે

જો તમારી પાસે પણ 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે અને તે આ સમયગાળા દરમિયાન એકવાર પણ અપડેટ નથી થયું તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધાર અપડેટ કરવા માટે તમે ઘરે બેસીને પણ મોબાઈલ દ્વારા તમારું આધાર અપડેટ કરી શકો છો.

અપડેટ માટે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે

આધાર અપડેટ માટે તમારે બે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટની જરૂર પડશે. પહેલું ઓળખ કાર્ડ અને બીજું એડ્રેસ પ્રૂફ. સામાન્ય રીતે આધાર અપડેટ માટે આધાર કેન્દ્ર પર 50 રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ UIDAI મુજબ, તમે ઓળખના પુરાવા તરીકે પાન કાર્ડ અને સરનામા માટે ઈલેક્શન કાર્ડ આપી શકો છો.

ઘરે બેસીને આ રીતે અપડેટ કરો

મોબાઈલ કે લેપટોપથી UIDAIની વેબસાઈટ પર જાઓ. આ પછી અપડેટ આધારના વિકલ્પ પર ક્લિક કરો. હવે આધાર નંબર દાખલ કરીને OTP દ્વારા લોગિન કરો. આ પછી ડોક્યુમેન્ટ અપડેટ પર ક્લિક કરો અને વેરિફાઈ કરો. હવે નીચે આપેલ ડ્રોપ લિસ્ટમાંથી ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી કોપી અપલોડ કરો. આ તમામ ડોક્યુમેન્ટ JPEG, PNG અને PDF ફોર્મેટમાં સબમિટ કરી શકશો. હવે સબમિટ પર ક્લિક કરો. આ પછી તમને એક રિક્વેસ્ટ નંબર મળશે અને ફોર્મ સબમિટ કરવામાં આવશે. તમે રિક્વેસ્ટ નંબર પરથી અપડેટનું સ્ટેટસ પણ ચેક કરી શકશો. થોડા દિવસો પછી તમારું આધાર અપડેટ થઈ જશે. આ પ્રોસેસ તમે 14 સપ્ટેમ્બર 2024 સુધી ફ્રીમાં અપડેટ કરી શકશો.

  • Follow us on: