આધાર કાર્ડ અપડેટ સર્વિસને યુનિક આઈડેન્ટિફિકેશન સંસ્થાએ આગામી 14 ડિસેમ્બર સુધી વધારી દીધું છે. આ ઉપરાંત તમામ દેશવાસીઓ માટે મહત્ત્વની વાત એ પણ છે કે, 10 વર્ષ પહેલા બનાવેલા આધાર કાર્ડમાં ફ્રીમાં ફેરબદલ કરવા માટે 14 સપ્ટેમ્બર છેલ્લા તારીખ હતી.

સોશિયલ મીડિયા ટવિટર પર એક પોસ્ટમાં UIDAIએ સત્તાવાર પોસ્ટ લખી છે. આધાર કાર્ડ સંસ્થાએ લાખો આધાર કાર્ડ ધારકોને લાભ પહોંચાડવા માટે 14 ડિસેમ્બર 2024 સુધી મફત ઓનલાઈન દસ્વાજે અપલોડ સુવિધા વધારી છે. આ મફત સેવા માત્ર #myAadhaar પોર્ટલ ઉપર છે. યુઆઈડીએઆઈ લોકોને પોતાના આધાર કાર્ડ દસ્તાવેજમાં અપડેટ રાખવા પ્રોત્સાહિત કરી રહ્યું છે.

ડેડલાઈન સમાપ્ત થયા પછી તમામ આધાર કાર્ડ ધરાવનારને પોતાના આધારમાં કોઈપણ પ્રકારના ફેરબદલ કરવા માટે 50 રૂપિયા ચુકવવા પડે છે. છેલ્લી મિનિટમાં UIDAI દ્વારા ડેટ એક્સટેંડ કરવા પછી આવા આધાર કાર્ડ ધારકોને મોટી રાહત મળે છે, જે અત્યાર સુધી પોતાના આધારમાં કોઈ ફેરબદલ નથી કરાવ્યો. પોતાની ડિટેઈલને અપ ટુ ડેટ રાખવી મહત્ત્વની છે કારણ કે, આ ભારતમાં પ્રાથમિક ઓળખ કાર્ડના રૂપમાં કામ કરે છે.

બાયોમેટ્રિક સિવાય અન્ય બધા ફેરફાર ઓનલાઈન કરાઈ શકે છે. આ માટે તમે ઈચ્છો તો તમારા નજીકના UIDAI કેન્દ્ર, આધાર સેવા કેન્દ્ર પણ જઈ શકો છો.

આધારને ઓનલાઈન કઈ રીતે અપડેટ કરશો?

  • પોતાના આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી UIDAIની સત્તાવાર વેબસાઈટ (myaadhaar.uidai.gov.in)પક જઈ લૉગ-ઈન કરો. તમે સાઈટ પોતાની પસંદગીની ભાષાની પસંદ કરી શકો છો.
  •  હવે આધાર અપડેટના વિકલ્પને ક્લિક કરો જેથી તમે પોતાના કરન્ટ બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક વિગતો જોઈ શકો.
  • જો તમારી વિગતો યોગ્ય છે તે વેરિફાય કરવા ઉપરની વિગતો સાચી છે' પર ક્લિક કરો.
  • આ વિગતોને સિલેક્ટ કરી જેને તમે અપડેટ કરવું ઈચ્છો છે. પોતાના જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો અને ફેરબદલ માટે રિકવેસ્ટ નાંખો.
  • તમને એક 14 ડિજિટનો ટ્રેકિંગ નંબર મળશે. આ નંબરને મોનિટર કરીને તમે પોતાનું અપડેટની પ્રોગ્રેસને જોઈ શકો છો.

જૂના આધાર કાર્ડ માટે શું પ્રક્રિયા છે?

જો તમારું આધાર કાર્ડ ઘણું જૂનું છે અને એનાથી કોઈ બીજો ફોન નંબર સંકળાયેલો છે, તો મારે પોતાના નજીકના આધાર નોંધણી કેન્દ્ર ઉપર જવું થઈ શકે છે. આવા પ્રકારના કિસ્સામાં ઓનલાઈન અપડેટ નહીં કરાવી શકાતું.

 

  • Follow us on: