દેશના જાણીતા બિઝનેસમેન ગૌતમ અદાણીએ વર્ષ-1970ના દાયકામાં ભણતર માટે મુંબઈની એક કૉલેજમાં ફોર્મ ભર્યું હતું. પરંતુ કૉલેજે તેમના ફોર્મને કેન્સલ કરી દીધું હતું. તેઓએ ત્યારબાદ આગળનું ભણતર ન પૂર્ણ ન કર્યું અને કારોબાર તરફ આગળ વધ્યા. આશરે ચાર દાયકામાં 220 અબજ ડોલરનું એમ્પાયર ઊભું કરી નાખ્યું. હવે એ જ કૉલેજમાં તેઓને શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

મુંબઈની જાણીતી જયહિંદ કૉલેજના પૂર્વ વિદ્યાર્થી દેશના સૌથી ધનિક વ્યકિતઓમાં સમાવેશ થયો છે. અદાણીનો પરિચય આપતા જણાવ્યું કે, 16 વર્ષની ઉંમરમાં મુંબઈ આવ્યા હતા અને હીરા ઘસવાનું કામ કરવા લાગ્યા હતા. તેમને વર્ષ-1977 અને 1978માં શહેરની જયહિંદ કૉલેજમાં એડમિશન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજી ફગાવી દેવાઈ હતી. તેઓએ જયહિંદ કૉલેજમાં ભણવા માટે ફોર્મ ભર્યું હતું કારણ કે, તેઓના મોટાભાઈ વિનોદ પહેલાથી એ જ કૉલેજમાં ભણતા હતા. 

કૉલેજમાં એડમિશન ન મળ્યું તો બિઝનેસ શરૂ કર્યો
ગૌતમ અદાણીને કૉલેજે પ્રવેશ ન આપતા પોતાનું કામ શરું કર્યું અને એક વૈકલ્પિક કરિયર તરીકે સ્વીકાર્યું. આશરે બે વર્ષ સુધી હીરા ઘસવાનું કામ કર્યા પછી પેકેજિંગ ફેકટરી ચલાવવા ગુજરાત પરત ફર્યા હતા. આ કારખાનું તેઓના ભાઈ ચલાવતા હતા. વર્ષ-1998માં કોમોડિટી વેપાર કરતી પોતાની કંપની શરૂ કર્યા પછી કદી પાછા વળીને અદાણીએ નથી જોયું. આગામી અઢી દાયકામાં તેમની કંપનીઓ પોર્ટ, ખાણ, ઈન્ફ્રાસ્ટ્રકચર, વીજળી, સિટી ગૅસ, રિન્યૂએબલ ઉર્જા, સિમેન્ટ, રિયલ એસ્ટેટ, ડેટા સેન્ટર અને મીડિયા જેવા ક્ષેત્રમાં ડગલું માંડયું.

આજે અદાણી પાસે વિશાળ કારોબારી સામ્રાજ્ય
આજે અદાણીની કંપનીઓ જુદાજુદા કારોબાર સાથે સંકળાયેલી છે. ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરની તેઓની કંપની દેશમાં 13 બંદર અને સાત એરપોર્ટનું પણ સંચાલન કરે છે. આજે તેઓનું ગૃપ વીજળીના ક્ષેત્રમાં પણ ખાનગી સેકટરનું સૌથું મોટું એકમ છે. એટલું જ નહિ તેઓની કંપની સૌથી મોટી ઉર્જા ઉત્પાદક છે. દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની ચલાવે છે. એક્સપ્રેસ-વેનું નિર્માણ કરી રહી છે અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવી ધારાવીનો પુર્નવિકાસ કરી રહી છે. 

વર્ષ-1994માં આઈપીઓ આવ્યો
બે વર્ષની અંદર જ દેશની સૌથી મોટી વૈશ્વિક કારોબારી બન્યા. વર્ષ-1994માં અદાણી એન્ટરપ્રાઈઝેઝના નામથી આઈપીઓ લઈને આવ્યા. આ નિર્ણય સફળ રહ્યા પછી નક્કર રોકાણ તરફ આગળ વધ્યા હતા.

કચ્છનું મુંદ્રા બંદર
ગૌતમ અદાણીએ વર્ષ-1990માં ગ્લોબલ કોમોડિટી વ્યાપારી કારગિલે તેઓને ગુજરાતના કચ્છથી મીઠાના નિર્માણ અને સ્ત્રોત માટે ભાગીદારી માટે સંપર્ક કર્યો હતો. જો કે ભાગીદારી સફળ ન થતા આખરે 40 હજાર કળણ ભૂમિ અને મીઠાના નિકાસ માટે મુંદ્રામાં ખાનગી ઉપયોગને જેટી બનાવવાની મંજૂરી મળી. ત્યારબાદ કાયાકલ્ય પથી દેશનું સૌથી મોટું બંદર બન્યું. મુંદ્રામાં આજે દેશની સૌથી મોટા ઔદ્યોગિક વિશેષ, કન્ટેનર ટર્મિનલ, વીજળી ભઠ્ઠી તેમજ ખાદ્યતેલ રિફાઈનરી જેવા વિવિધ એકમો અત્યારે ત્યાં ધમધમી રહ્યા છે.

કચ્છમાં બનશે વિશ્વનો સૌથી મોટો નવીન એનર્જી પાર્ક
અદાણીના જણાવ્યા પ્રમાણે તેઓ હવે કચ્છમાં વિશ્વના સૌથી મોટા ઉર્જા પાર્ક બનાવી રહ્યા છે, અને મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટીના પુર્નવિકાસ કરી રહ્યા છે. વધુમાં તેમને કહ્યું કે, જો કે, અમે એરપોર્ટ, બંદર, લોજિસ્ટિક, ઔદ્યોગિક પાર્ક અને ઉર્જામાં ભારતના પાયાના માળખામાં ફરીથી નવીનતા લાવવા મદદ કરી છે. પરંતુ આ જીત નથી. જે અમે બદલવાના છીએ તે પડકારોનો સામનો કરવા અને તેની પર કાબૂ કરવાની જહેમત છે. જેને અદાણી જૂથની યાત્રાને સુંદર આકાર આપ્યો છે.
  • Follow us on: