ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ એલબિટ સિસ્ટમની એક ગૃપ કંપની અને આધુનિક સબમરીન વિરોધી વોરફેર સિસ્ટમ્સ પૂરી પાડતી સ્પાર્ટન (DeLeon Springs LLC) સાથે સહયોગ માટે બંધન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય અને વૈશ્વિક બજારો માટે જટિલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને અદ્યતન એન્ટિ-સબમરીન વોરફેર (ASW)ના ઉપાયોની સ્થાનિક કક્ષાએ એકત્રીકરણની દીશામાં આ ભાગીદારી નોંધપાત્ર પગલું છે.
ભારતના ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની બની
આ સહયોગ સાથે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતમાં સ્વદેશી Sonobuoys ઉપાયો ઓફર કરનારી ભારતના ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની બની છે. ભારતના આત્મનિર્ભર તરફના પ્રયાણમાં યોગદાન આપવાના તેના સંકલ્પને અંકીત કરે છે. આ ભાગીદારી ભારતીય નૌકાદળ માટે વિકાસ, ઉત્પાદન અને નિર્વાહમાં અદાણી સંરક્ષણની સ્થાપિત કુશળતા સાથે સ્પાર્ટનની અગ્રણી એન્ટી સબ મરીન વોરફેર ટેકનોલોજીને જોડશે.
Sonobuoys એક મિશન-ક્રિટિકલ પ્લેટફોર્મ
Sonobuoys એ અન્ડરસી ડોમેન અવેરનેસ (UDA) ને વધારવા માટે એક મિશન-ક્રિટિકલ પ્લેટફોર્મ છે. જે સબમરીન અને અંડરવોટર અન્ય ધમકીઓને શોધવા અને તેનો પીછો કરવા માટે અસરકારક માધ્યમ પુરું પાડે છે. એન્ટિ-સબમરીન વોરફેર (ASW) અને અન્ય નૌકા કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવતી આ સિસ્ટમ નૌકા સુરક્ષા જાળવવામાં અને નૌકા કાફલા ઉપર ત્રાટકતા જૂથો સામે સુરક્ષિત રાખવામાં ટેકો આપે છે. વૈશ્વિક બજારોમાંથી આ નિર્ણાયક નૌકા ક્ષમતાની ભારત દાયકાઓથી આયાત કરવા સાથે વિદેશી OEM પરનું આપણું અવલંબન વધારી રહી છે. 'આત્મ નિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'ની પહેલ સાથે જોડાયેલા સ્પાર્ટનના ભારતીય નૌકાદળ સાથેના ઘનિષ્ઠ સંબંધો હવે ભારતમાં બનેલા આ ઉકેલોની ડિલિવરીને સ્વદેશી કરવા માટે અદાણી ડિફેન્સને સવલત આપશે.
ભારતના સશસ્ત્ર દળો સશક્ત બનશે
અદાણી એન્ટરપ્રાઇઝના વાઇસ પ્રેસિડેન્ટ, જીત અદાણીએ આ અંગે ટિપ્પણી કરી જણાવ્યું હતું કે, "વધુને વધુ અસ્થિર અને પ્રતિકૂળ દરિયાઇ હવામાનમાં ભારતની અન્ડર સી યુદ્ધ ક્ષમતાઓને મજબૂત બનાવવી એ ફક્ત વ્યૂહાત્મક અગ્રતા નથી. પરંતુ આ૫ણા દેશના સાર્વભોમત્વ અને રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે અનિવાર્ય છે. ભારતીય નૌકાદળ માટે એક સંકલિત મિશન-રેડી ISR અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓ જરૂરી છે. જેમાં સોનોબ્યુઓસ જેવી જટિલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે, જે સ્વદેશી રીતે વિકસિત, ઝડપથી તહેનાત કરી શકાય તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક છે. સ્પાર્ટન સાથેની આ ભાગીદારી મારફત સ્વદેશી સોનોબ્યુઓસ ઉપાયો ઓફર કરનારી અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતની સર્વ પ્રથમ ખાનગી કંપની બની છે. ભારતમાં ડિઝાઇન, વિકસિત અને વિતરિત કરવામાં આવેલી વિશ્વ-કક્ષાની ક્ષમતાઓ સાથે ભારતના સશસ્ત્ર દળોને સશક્ત બનાવવાની અમારા સમૂહની દ્રષ્ટિને આ પહેલ ભારત અને વિશ્વ સમક્ષ પ્રતિબિંબિત કરે છે.