એક પાવર કંપનીને ખરીદવા માટે જ્યાં ઓછા ખરીદનાર હતા ત્યાં હવે અદાણી જૂથ પણ આ રેસમાં આવતાની સાથે બીજા દિગ્ગજો તૈયાર થયા છે. નાદાર થયેલી આ કંપનીને ખરીદવા માટે અદાણી ગૃપે 12,500 કરોડ રૂપિયાની બોલીની રજૂઆત કરી છે. આમ છતાં બોલી કરનારની સંખ્યામાં દેખીતો વધારો જોવા મળી રહ્યા છે. છેલ્લી બોલીની સંખ્યા શરૂઆતના આંકડાઓથી વધુ હોઈ શકે છે.
કપરી સમસ્યામાં મૂકાયેલી કંપની કેએસકે મહાનદી પાવર છે, તેને ખરીદવા માટે બિડર્સની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે આ નાદાર કંપનીની કમિટી ઓફ ક્રેડિટર્સ સંપૂર્ણ રિકવરી માટે આશાવાદી છે. જો આવું થાય, તો તે એક મોટી સફળતા હશે, જે કદાચ ક્યારેય ન થયું હોય.
ગૌતમ અદાણીના આવવાથી બીજા બિડર્સનો રસ વધ્યો
મળતી માહિતી અનુસાર, ગૌતમ અદાણીની સૌથી વધુ બિડ આગામી હરીફ કરતાં 62 ટકા વધુ છે. અદાણીની રૂપિયા 12500 કરોડની બિડથી કેએસકે મહાનદીમાં ખરીદદારોનો રસ વધ્યો છે. તાજેતરના વિકાસમાં, NTPC સહિત 10 શરૂઆતના ગાળાના બિડર્સમાંથી છ જણાએ અદાણી સાથે જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના કારણે આ કંપનીને ખરીદવાની રેસ તેજ થઈ ગઈ છે. આ કારણે તેની સંપત્તિની કિંમતમાં પણ વધારો થઈ ગયો છે.
અદાણીની બિડ મિલકતના 92 ટકા રિકવર કરશે
કેએસકે મહાનદીના રૂપિયા 10 હજાર કરોડની રોકડ અનામત અને રૂપિયા 4,000 કરોડના વેપાર પ્રાપ્તિ સાથે, અદાણીની સંચિત બિડ લેણદારોને સંપત્તિના દેવાના આશરે 92 ટકા રિકવર કરી શકે છે.
કંપની પર ઘણું દેવું છે
છત્તીસગઢમાં આવેલી કેએસકે મહાનદી પાવર 1,800 મેગાવોટની ક્ષમતા ધરાવે છે અને તેના પર રૂપિયા 29,330 કરોડનું જંગી દેવું છે. જિંદાલ પાવર, વેદાંતા, એનટીપીસી અને કોલ ઈન્ડિયા જેવા હરિફો પાસેથી રૂપિયા 6,500 કરોડ અને રૂપિયા 7,700 કરોડની વચ્ચેની શરૂઆતના બિડ સાથે પ્લાન્ટે 2019માં IBCમાં પ્રવેશ કર્યો હતો.
અદાણી જૂથની બિડ તેની તાજેતરની લેન્કો અમરકંટક અને કોસ્ટલ એનર્જન IBC કાર્યવાહી દ્વારા હસ્તગત કર્યા પછી આવી છે. સ્પર્ધાને વધુ વધારવા માટે, COCએ એક પડકાર પદ્ધતિ રજૂ કરી, જેણે હરીફો વચ્ચે બિડિંગમાં વધારો કર્યો.