અમેરિકામાં ન્યૂયોર્કની અદાલતમાં અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી અને કંપનીના બીજા એક્ઝિક્યૂટીવ્સ પર 265 મિલિયન ડોલરની લાંચ અને ફ્રોડ કર્યાનો આરોપ લાગ્યો હતો. જે બાદ 21 નવેમ્બરે 2024માં અદાણી ગ્રુપના સ્ટોક્સમાં ભયંકર ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે બીજા દિવસે એટલે કે આજે પણ ઘટાડો યથાવત રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ અદાણી ગ્રુપના શેર મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા.


[[$googlead]]

મોટા ઘટાડા સાથે શરૂઆત

શુક્રવારે માર્કેટ ઓપન થતા જ અદાણી ગ્રુપના શેરમાં 8 ટકાનો ઘટાડો થયો હતો. આજના સેશનમાં સૌથી મોટો ઘટાડો અદાણી ગ્રીન એનર્જીના શેરમાં જોવા મળ્યો હતો જે 7.53 ટકા ઘટીને રૂ. 1060 થયો હતો. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સ પણ લગભગ 5 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.

[[$alsoread]]

અદાણીના શેરમાં ઘટાડો

અદાણી ગ્રુપના શેરમાં વેચવાલીથી અદાણી ગ્રીન એનર્જીનો શેર 7.53 ટકા ઘટીને રૂ. 1060, અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 6.82 ટકા ઘટીને રૂ. 2090, અદાણી પોર્ટ્સનો શેર 5.32 ટકા ઘટીને રૂ ટકાથી રૂ. 1055. રૂપિયો, અદાણી પાવર 5.27 ટકા ઘટ્યો રૂ. 451 પર, અદાણી ટોટલ ગેસ 6.12 ટકા ઘટીને રૂ. 565 પર, અદાણી વિલ્મર 4.86 ટકા ઘટીને રૂ. 280 પર, અંબુજા સિમેન્ટ 0.30 ટકા ઘટીને રૂ. 482 અને ACC 0.81 ટકા ઘટીને રૂ. 2009 પર છે.

અદાણીની ઘટી નેટવર્થ?!

અમેરિકામાં અદાણી ગ્રુપ પર લાગેલા આરોપોને કારણે અદાણી ગ્રુપની માર્કેટ કેપમાં 2.20 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવી ગયો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ 12 મિલિયન ડોલરનો ઘટાડો થયો હોવાની માહિતી મળી રહી છે. જો કે આ મામલે ગૌતમ અદાણી અને અદાણી ગ્રીનના ડાયરેક્ટર્સ પર અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને અમેરિકી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન તરફથી ફ્રોડ અને લાંચ લેવાના આરોપો જે લગાવ્યા છે તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. કંપનીએ કહ્યું કે તેઓ ઉપલ્બધ તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરશે.  

  • Follow us on: