- Paytm Payment Bank પર લીધેલા પગલાની અસર
- મોબાઈલ પેમેન્ટ એપની લેણદેણ મૂલ્ય બજારનો હિસ્સામાં ઘટાડો નોંધાયો
- રિઝર્વ બેંકે પેટીએમની પેટાકંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર કડક નિયંત્રણો લાદ્યા હતા
ગત દિવસોમાં આરબીઆઈ દ્વારા Paytm Payment Bank પર લીધેલી એક્શનની અસર હવે સ્પષ્ટ રીતે પેટીએમના કારોબાર પર જોવા મળી રહી છે. તાજેતરમાં આવેલા આંકડાઓથી જાણવા મળે છે તેમ પેટીએમનો હિસ્સો UPI માર્કેટમાં ઘટી ગયો છે. આનો અર્થ એ થયો કે લોકો પહેલાની જેમ UPI ટ્રાન્ઝેક્શન માટે Paytm નો ઉપયોગ કરતા નથી.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના ડેટા અનુસાર, આવનારી Paytm એપની પેરન્ટ કંપની One97 Communications Ltd (OCL), જે એક સમયે ફિનટેકમાં અગ્રણી હતી, તેનો UPI માર્કેટ શેર ઘટી ગયો છે. માર્ચ મહિનામાં આ શેર ઘટીને નવ ટકા થઈ ગયો હતો, જે છેલ્લા ચાર વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર છે.
ફેબ્રુઆરી મહિનામાં, જ્યારે રિઝર્વ બેંકે પેટીએમની પેટાકંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર કડક નિયંત્રણો લાદ્યા હતા, ત્યારે તેનો બજાર હિસ્સો પાછલા મહિનાની તુલનામાં ઘટીને 11 ટકા પર આવી ગયો હતો. તમને જણાવી દઈએ કે, NPCI એપ્રિલ 2020 થી UPI એપ ટ્રાન્ઝેક્શનનું વોલ્યુમ અને મૂલ્ય શેર કરી રહ્યું છે. ત્યાર બાદ પેટીએમનો આ સૌથી ઓછો બજાર હિસ્સો છે.
મોબાઈલ પેમેન્ટ પર આની અસર
પેટીએમ પેમેન્ટસ બેંક પર લીધેલા પગલાં બાદ મોબાઈલ પેમેન્ટ એપની લેણદેણ મૂલ્ય બજારનો હિસ્સામાં ઘટાડો નોંધાયો છે. આ તૂટીને 6.7 ટકા થઈ ગયો છે. આ આંકડા પણ ગત વર્ષોમાં સૌથી ઓછા છે.
વર્ષ-2020 અને 2021 દરમિયાન લેણ-દેણની માત્રામાં પેટીએમની બજાર હિસ્સેદારી આશરે 11-12 ટકા હતી. જેને કંપનીએ ધીમે-ધીમે 13 ટકા વધારવામાં સફળ રહી. જે હવે ઘટીને માત્ર નવ ટકા રહી ગઈ છે. વર્ષ-2018 અને 2019 દરમિયાન કંપનીની યુપીઆઈમાં આશરે 40 ટકા બજાર હિસ્સેદારી હતી. આમ છતાં વોલેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે બાદ મોંઘું સાબિત થયું જ્યારે ફોન-પે અને ગૂગલ પે યુપીઆઈ આગળ નીકળ્યા. 15 માર્ચથી પેટીએમ પોતાના હરિફ ફોન-પે અને ગૂગલ પેની જેમ એક થર્ડ પાર્ટી એપ્લિકેશનના રૂપમાં કામ કરી રહ્યા છે.