- 18000 કંપનીઓને કાઢશે કંપની
- જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં 8000 કર્મચારીઓને કાઢ્યા
- આવનારા સમયમાં વધુ કર્મચારીઓની જશે નોકરી
વર્ષ 2023ની શરૂઆત થતાં જ ઈ-કોમર્સ કંપની અમેઝોને એ વાતની જાહેરાત કરી હતી કે કંપની 18 હજાર કર્મચારીઓને કંપનીએ બહારનો રસ્તો દેખાડશે. હવે સમાચાર આવી રહ્યા છે કે કંપની Warn Actના આધારે લગભગ 2300 કર્મચારીઓને વોર્નિંગ નોટિસ મળી છે. મળતી માહિતી અનુસાર અમેરિકા સિવાય Costa Rica અને કેનેડામાં કામ કરનારા કર્મચારીઓ પર મુસીબત વધશે. કંપનીના સીઈઓ એ કહ્યું કે પહેલા જ આ વાતની જાહેરાત કરી દેવામાં આવી હતી કે 18000 કર્મચારીઓની નોકરી પર તલવાર લટકી રહી છે. તેની અસર જાન્યુઆરી 2023ના પહેલા અઠવાડિયામાં જોવા મળી છે અને જયારે કંપનીએ લગભગ 8000 કર્મચારીઓની છટણી કરી ત્યારે કર્મચારીઓની સંખ્યામાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો.
18000 કંપનીઓને કાઢશે કંપની
જેમ કંપની પહેલા કહી ચૂકી છે તેમ 18000 લોકોની નોકરી જવાના સંકેત મળી રહ્યા છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં 8000 કર્મચારીઓ બાદ હવે છટણીની લહેર ચાલી રહી છે. એવામાં શક્ય છે કે આવનારા સમયમાં કંપનીમાં કામ કરતા અનેક લોકોની નોકરી જઈ શકે છે.
એક પછી એક ટેક કંપની કરી રહી છે છટણીની જાહેરાત
દુનિયાની મોટી ટેક કંપનીઓ એક-એક કરીને છટણીના મોટા નિર્ણય લઈ રહી છે. હાલમાં જ માઈક્રોસોફ્ટે પણ લગભગ 11 હજાર લોકોને કંપનીથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. માઈક્રોસોફ્ટમાં થનારી આ છટણીની અસર કંપનીના એન્જિનિયરિંગ વિભાગ પર પડશે. તેનો અર્થ એ કે કંપનીના આ વિભાગમાં કામ કરનારા કર્મચારીઓને છટણીથી અસર થશે.
ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટે કોરોના સમયે 36 ટકા લોકોને હાયર કર્યા હતા અને કંપનીએ 5 ટકા કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના સીઈઓ સત્યા નડેલાએ એ વાત નક્કી કરી છે કે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડિવિઝનમાં લોકોને હાયરિંગ કરશે. ગયા વર્ષે ટ્વિટર અને મેટા જેવી મોટી કંપનીએ પણ હજારો કર્મચારીઓને કંપનીથી બહારનો રસ્તો દેખાડ્યો હતો.