આ સમયે ભારતનું સર્વિસ સેક્ટર મજબૂત છે. અને અર્થવ્યવસ્થા ઘરેલુ માર્કેટ સાથે જોડાયેલી છે. જેના કારણે ભારત પર ટૈરિફનો વધુ અસર થશે નહીં. ભારત સરકાર ઘણા પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. જેના કારણે લોકોનો ખર્ચ વધશે. અને જેના કારણે દેશમાં સામાન બનાવવાની ક્ષમતા પણ વધશે. જેના લીધે અર્થવ્યવસ્થાને બાહ્ય નુકસાનના ઝટકામાંથી બચાવી શકાશે.
ટ્રમ્પના ટૈરિફથી કોઇ નુકસાન નહીં.
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અન્ય દેશો પર રેસિપ્રોકલ ટૈરિફ લગાવ્યો હતો. ત્યારે જનતાના મનમાં ઘણા પ્રશ્નો હતો. તેઓને લાગતુ હતુ કે, સામાન હવે મોંઘો બનશે. આયાત-નિકાસ પર મોટી અસર જોવા મળશે. પરંતુ હાલમાં જોવા મળતી રિપોર્ટ અનુસાર ભારત ટૈરિફને પહોંચી વળવાના સારા સમયમાં છે. અને દરેક ક્ષેત્રમાં સારી ઉન્નતિ જોઇ શકાય છે. દુનિયાભરમાં ટૈરિફના મુશ્કેલીઓ પડી રહી છે. જેની અસર ભારતમાં ઓછા પ્રમાણમાં જોઇ શકાય છે.
ભારતમાં અનેક પ્રકારની યોજના
ભારત અનેક પ્રકારની વસ્તુઓ અન્ય દેશોમાં વહેંચે છે. જેના કારણે તેને ફાયદો થાય છે. ભારતની પોતાની અર્થવ્યવસ્થા પણ ઘણી મોટી છે. જેના કારણે ભારતને અન્ય દેશો પર નિર્ભર રહેવાની જરુર નથી. જેના કારણે તેના પર મોટી અસર નથી થતી. ભારતમાં ચાલતી મોટાભાગની યોજનાઓના કારણે લોકોનો ખર્ચ વધે છે. અને સામાન બનાવવા માટે ક્ષમતા પણ વધારવામાં આવે છે. તેથી તેને નુકસાની ઓછી આવે છે. જેના કારણે વિકાસનો માર્ગ મોકળો બની રહ્યો છે.
કેમ નહીં થાય અસર ?
ઓટોમોબાઇલ જેવા સેક્ટરને ટૈરિફના કારણે નુકસાન થઇ શકે છે. કારણે ભારત એ અમેરિકાથી નિકાસ કરે છે. પરંતુ આ સમયે દેશનું સર્વિસ સેક્ટર મજબૂત છે. અર્થવ્યવસ્થા ઘેરલુ માર્કેટ પર નિર્ભર છે. વર્ષ 2025માં ભારતનો વિકાસ 6.7 ટકાથી ઘટાડીને 6.3 ટકા કરવામાં આવ્યો છે. જે G-20 દેશોમાં સૌથી વધુ છે. એપ્રિલ મહિનામાં અમેરિકાએ અમુક વસ્તુઓ પર ટૈરિફ લગાવ્યો હતો. પરંતુ 90 દિવસ બાદ તેના પર રોક પણ લગાવી દીધી હતી.