અમૂલ દૂધના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવેથી અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી પાઉચનો ભાવ રૂપિયા 30થી વધીને 31 થયો છે એટલે કે તેમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અમૂલ બફેલોના 500 મીલી પાઉચમાં પણ 1 રૂપિયાનો વધારો કરવામાં છે. હવેથી અમૂલ બફેલો 500 મીલીના 36ની જગ્યાએ 37 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારે અમૂલ ગોલ્ડ 500 મીલી પાઉચના રૂપિયા 33થી વધીને 34 રૂપિયા કરવામાં આવ્યા છે તો અમૂલ ગોલ્ડ 1 લીટરનો ભાવ રૂપિયા 65થી વધીને 67 કરવામાં આવ્યો છે. 


[[$googlead]]

મધર ડેરીએ પણ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંક્યો

તમને જણાવી દઈએ કે ગઈકાલે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ટોન્ડ (બલ્ક વેન્ડ) દૂધનો ભાવ પ્રતિ લિટર 54 રૂપિયાથી વધીને 56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ફુલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર 68 રૂપિયાથી વધીને 69 રૂપિયા થઈ ગયા છે. આ સાથે ટોન્ડ દૂધ (પાઉચ) ની કિંમત 56 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 57 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

[[$alsoread]]

મધ્યમવર્ગના લોકો પર બોજ

જ્યારે ડબલ ટોન્ડ દૂધનો ભાવ પ્રતિ લિટર 49 રૂપિયાથી વધારીને 51 રૂપિયા કરવામાં આવ્યો છે. ગાયના દૂધનો ભાવ પ્રતિ લિટર 57 રૂપિયાથી વધારીને 59 રૂપિયા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દૂધના ભાવમાં વધારાને કારણે મધ્યમવર્ગના લોકોના ખિસ્સા પર બોજ વધવાનો છે. છેલ્લા ઘણા સમયથી અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો નહતો પણ ફરી એક વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.


  • Follow us on: