- અનંત અંબાણી જલ્દીથી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે
- તાજેતરમાં અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન્સ યોજાયું
- રિલાયન્સના બોર્ડમાં સામેલ ત્રણેય ભાઈબહેન વચ્ચે સારી ટ્યૂનિંગ છે
દેશના સૌથી ધનિક બિઝનેસ મેન અનંત અંબાણીનો આજે 29મો જન્મદિવસ છે. જલ્દીથી તેઓ રાધિકા મર્ચન્ટની સાથે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે અનંત અંબાણી એક મામલે પોતાની મોટી બહેન ઈશા અંબાણીની બરાબરીની ટક્કર આપે છે.અનંત અંબાણીના મોટાભાઈ બહેન ઈશા અને આકાશ જોડિયા છે. તેઓ અનંતથી માત્ર ત્રણ વર્ષ જ મોટા છે અને હમણાં 32 વર્ષના છે. ત્રણેય ભાઈ-બહેનની ટ્યૂનિંગ સારી છે. જેને આખી દુનિયાએ અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન્સમાં જોયા હતા.
રિલાયન્સના બોર્ડમાં ત્રણેય ભાઈબહેન સામેલ
બિઝનેસમેન મુકેશ અંબાણીએ પોતાના બાળકોને બિઝનેસને લઈ ગ્રૂમ કરવાનું શરુ કર્યું છે. આશરે આઠ વર્ષ અગાઉ જ્યારે રિલાન્યસ જિયો લોંચ થયું તો તેમાં આકાશ અને ઈશાને મોટી જવાબદારી પૂર્ણ કરી હતી. જેની પર તેઓ પોતાની ટીનએજથી જ કામ કરી રહ્યા હતા. ભાઈ-બહેન હવે રિલાયન્સ ગૃપના બોર્ડ ઑફ ડાયરેકટર્સમાં સામેલ છે. ઈશા કંપનીના રિટેલ બિઝનેસ પર ધ્યાન આપે છે જ્યારે આકાશ પાસે જિયોની જવાબદારી છે તો અનંત પાસે ન્યૂ એનર્જી બિઝનેસ છે.
મળતી માહિતી પ્રમાણે ઈશા અંબાણી પાસે રિલાયન્સ રિટેલ, રિલાયન્સ જિયો, રિલાયન્સ ફાઉન્ડેશન અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની અનેક જવાબદારીઓ છે જેથી ઈશાને આશરે 4.2 કરોડ વાર્ષિક પગાર મળે છે. જ્યારે રિલાયન્સ ગૃપના શેર્સ અને તેની મળતા ડિવિડન્ડની ભૂમિકા અલગ છે.
પગારની બાબતે નાના ભાઈ અનંત પણ બરાબરી કરે છે. અનંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એનર્જી બિઝનેસ, રિન્યૂએબલ એન્ડ ગ્રીન એનર્જી બિઝનેસ તેના ગ્લોબલ ઓપરેશન્સને હેંડલ કરે છે. આ ઉપરાંત તેની પાસે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડની જવાબદારીઓ છે. જેથી વાર્ષિક પગાર પણ આશરે 4.2 કરોડ રૂપિયા છે. અનંત અંબાણીની પર્સનલ નેટવર્થ 40 અબજ ડોલર એટલે કે આશરે 3,32,482 કરોડ રૂપિયા થાય છે. તો વળી અનંતના મોટા ભાઈ આકાશ અંબાણી ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન છે. આ ઉપરાંચ રિલાયન્સ રિટેલ વેંચર્સ અને જિયો પ્લેટફોર્મસ લિમિટેડના ડાયરેકટર હોવાથી તેની સેલરી ભાઈ બહેન કરતાં વધુ આશરે 5.4 કરોડ રૂપિયા વાર્ષિક છે.










