જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આ શેરે છેલ્લા 6 મહિનામાં 28 ટકા, છેલ્લા એક મહિનામાં 51 ટકા અને એક અઠવાડિયામાં 23 ટકાનું સારું વળતર આપ્યું છે.


અનિલ અંબાણીના આ શેરમાં જોરદાર તેજી

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં બુધવારે  11.27 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ત્રણ મહિનામાં આ કંપનીના શેરે રોકાણકારોને 84 ટકાનું વળતર આપ્યું છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર બુધવારે શેર 380.50 પર બંધ થયો હતો. આ શેર 385.90ના 52 અઠવાડિયાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર બંધ થયો હતો.

આ કંપનના શેરનો ભાવ એક વર્ષ પહેલા એટલે કે 4 જૂન 2024માં 155 રૂપિયા હતા તે હવે 4 જૂન 2025ના રોજ ઉછળીને 380 પર પહોંચ્યો છે. એટલે કે એક વર્ષ દરમિયાન આ શેરે 144 ટકા શાનદાર રિટર્ન આપ્યું છે. 

કંપનીને મળી આ તક

કંપનીએ શેરબજારને જણાવ્યું હતું કે માર્ચ 2025માં તેનો ત્રિમાસિક નફો રૂ. 4,387 કરોડ હતો જે પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 3,298 કરોડનો ચોખ્ખો ખોટ હતો. પરંતુ કંપનીએ હવે રક્ષા ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે જેણે ભારતમાં સ્વદેશી દારૂગોળો ડિઝાઇન અને વિકાસમાં મહત્વપૂર્ણ સિદ્ધી પ્રાપ્ત કરી છે. 

રિલાયન્સ ડિફેન્સ લિમિટેડે ભાગીદારી કરી

આ ભાગીદારી ડસેલફોર્ડ સ્થિત અગ્રણી જર્મન શસ્ત્ર ઉત્પાદક રેઈનમેટલ એજી અને રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ વચ્ચે છે. ડેસોલ્ડ એવિએશન અને ફ્રાન્સના થેલ્સ ગ્રુપ સાથેની ભાગીદારી પછી રિલાયન્સ ડિફેન્સની આ ત્રીજી ભાગીદારી છે.

અત્યાર સુધી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વીજળી વિતરણના વ્યવસાયમાં રોકાયેલું હતું તેણે આગામી પેઢીના 155MM આર્ટિલરી દારૂગોળાની ડિઝાઇન અને વિકાસ કરવામાં સફળતા મેળવી છે. જે કોઈપણ ભારતીય ખાનગી પેઢી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગામી વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો વ્યવસાય મળવાની અપેક્ષા છે. આ અપેક્ષાને કારણે કંપનીના શેરમાં આ વધારો જોવા મળી રહ્યો છે.

  • Follow us on: