નવું નાણાકીય વર્ષ 2025-26 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થશે. નવું નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ કરોડો લોકો માટે ઘણા નાણાકીય નિયમો પણ બદલાશે. આજે અમે તમને આ સમાચાર દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ કે 1 એપ્રિલથી શું ફેરફાર થવા જઈ રહ્યા છે.

આ UPI અકાઉન્ટ્સ બંધ થઈ જશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને 31 માર્ચ પહેલા તેમના ડેટાબેસેસ અપડેટ કરવા અથવા બંધ અથવા રિસાયકલ કરેલા મોબાઈલ નંબરને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. NPCIના જણાવ્યા અનુસાર, આમ કરવાથી ભૂલો અને છેતરપિંડીનું જોખમ અટકાવી શકાય છે.

એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે

1 મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. પહેલા 17 રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે તેને વધારીને 19 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.આ સિવાય મિની સ્ટેટમેન્ટ, બેલેન્સ ચેક જેવા નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે હાલમાં 6 રૂપિયાનો ચાર્જ છે, જે વધારીને 7 રૂપિયા કરવામાં આવ્યો છે.

કાર 4 ટકા મોંઘી થશે

1 એપ્રિલથી ઘણી મોટી વાહન ઉત્પાદક કંપનીઓ તેમની કારની કિંમતોમાં વધારો કરી રહી છે. મારુતિ કિંમતમાં 4 ટકા સુધીનો વધારો કરી રહી છે. જ્યારે હ્યુન્ડાઈ, મહિન્દ્રા, ટાટા મોટર્સ, રેનો અને કિયા જેવી કંપનીઓએ ભાવમાં 2 થી 4 ટકાનો વધારો કર્યો છે.

સેવીંગ અકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે

1 એપ્રિલથી તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે. જો તમે ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખો તો તમારે દંડ ભરવો પડશે. ઘણી બેંકો તેમના મિનિમમ બેલેન્સના નિયમોમાં ફેરફાર કરી રહી છે.

RBIની પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે

છેતરપિંડીથી બચવા માટે, RBIએ પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે. ઘણી બેંકો આ સિસ્ટમ લાગુ કરી રહી છે. PPS હેઠળ, જો તમે 50,000 રૂપિયાથી વધુનો ચેક જારી કરો છો, તો તમારે ચેક વિશેની ચોક્કસ માહિતી બેંકને ઈલેક્ટ્રોનિક રીતે આપવી પડશે.

આવકવેરાના નિયમો બદલાશે

ઈન્કમ ટેક્સની કલમ 87A હેઠળ ટેક્સ રિબેટ 25 હજારથી વધીને 60 હજાર રૂપિયા થઈ જશે. આ વધેલી રિબેટ રૂ. 12 લાખ સુધીની કરપાત્ર આવક પર લાગુ થશે, જેમાં કેપિટલ ગેઈનમાંથી આવકનો સમાવેશ થશે નહીં.

GSTમાં IDS સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે. આ અંતર્ગત 1 એપ્રિલ, 2025થી ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. આ સિસ્ટમનો ઉદ્દેશ્ય રાજ્યો વચ્ચે કરની આવકનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવાનો છે.