શું તમે ટ્રાફિકમાં વારંવાર ક્લચ દબાવીને અને ગિયર બદલીને થાકી ગયા છો? હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય બજારમાં હવે ઓટોમેટિક કાર (Automatic Car) લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ગઈ છે. જો તમારું બજેટ ઓછું છે અને તમે શ્રેષ્ઠ માઈલેજવાળી કાર શોધી રહ્યા છો, તો મારુતિ એસ-પ્રેસો (Maruti S-Presso), અલ્ટો K10 અને ટાટા પંચ (Tata Punch) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પો છે. ચાલો આ કારની કિંમત, એન્જિન અને ફીચર્સ વિશે વિગતવાર જાણીએ.
મારુતિ સુઝુકી એસ-પ્રેસો
મારુતિ સુઝુકી એસ-પ્રેસો (Maruti S-Presso) જો તમે સૌથી ઓછી કિંમતમાં ઓટોમેટિક કાર શોધી રહ્યા હોવ, તો મારુતિ એસ-પ્રેસો તમારા માટે નંબર વન ચોઈસ છે.આ ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક કાર છે, જેનું AGS (AMT) વેરિઅન્ટ માત્ર ₹4.75 Lakh થી શરૂ થાય છે. જેમાં એન્જિન અને પાવર તેમાં 998cc નું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 68 bhp નો પાવર અને 91.1 Nm ટોર્ક જનરેટ કરે છે.અને માઈલેજ પર આ કાર ARAI મુજબ 25.3 kmpl ની શાનદાર માઈલેજ આપે છે, જે તેને પોકેટ-ફ્રેન્ડલી બનાવે છે. ફીચર્સ તેમાં 7-Inch ટચસ્ક્રીન, એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, કીલેસ એન્ટ્રી અને રિયર પાર્કિંગ સેન્સર જેવા આધુનિક ફીચર્સ મળે છે. સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS અને EBD પણ સામેલ છે.













