ભારતીય બજારમાં ઉપલબ્ધ ઓટોમેટિક કાર હવે માત્ર લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ગઈ છે. માર્કેટમાં અનેક બજેટ ઓટોમેટિક કાર ઉપલબ્ધ છે, જેમાં Maruti S-Presso, Maruti Alto K10 અને Tata Punch સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ કાર માઇલેજ, ફીચર્સ અને કિંમત – ત્રણેય રીતે બેસ્ટ છે.
1. Maruti Suzuki S-Presso
Maruti S-Presso ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક કાર છે.
• કિંમત: તેનું AGS (AMT) વેરિઅન્ટ માત્ર ₹4.75 લાખ થી શરૂ થાય છે.
• એન્જિન: આ કારમાં 998cc પેટ્રોલ એન્જિન છે, જે 68 bhp પાવર અને 91.1 Nm ટોર્ક જનરેટ કરે છે.
• માઇલેજ: તે 25.3 kmpl ની શાનદાર માઇલેજ આપે છે.
• ફીચર્સ: 7-ઇંચ ટચસ્ક્રીન, Android Auto અને Apple CarPlay, કીલેસ એન્ટ્રી, પાવર વિન્ડોઝ અને રિયર પાર્કિંગ સેન્સર.
• સેફ્ટી: ABS, EBD, ESP, હિલ-હોલ્ડ અને ડ્યુઅલ એરબેગ્સ જેવા ફીચર્સ મળે છે.
2. Maruti Alto K10
Alto K10 ને AMT સાથે ખરીદવા પર તમને ₹5.71 લાખથી ₹6 લાખ વચ્ચેના વિકલ્પો મળે છે.
• એન્જિન: 998cc 3-સિલિન્ડર એન્જિન, જે 65.7 bhp પાવર અને 89 Nm ટોર્ક આપે છે.
• માઇલેજ: તેનું માઇલેજ પણ 24.9 kmpl સુધી છે, જે તેને ફ્યુલ-એફિશિયન્ટ બનાવે છે.
• ફીચર્સ: ફ્રન્ટ પાવર વિન્ડોઝ, પાવર સ્ટીયરિંગ, AC અને ટચસ્ક્રીન.
• સેફ્ટી: નવા અપડેટમાં 6 એરબેગ પણ ઉપલબ્ધ છે, જે સુરક્ષાને ઘણી સારી બનાવે છે. શહેરના ટ્રાફિક માટે આ કાર બેસ્ટ છે.
3. Tata Punch
Tata Punch આ ત્રણેય કારમાં સૌથી મજબૂત અને ફીચર્સથી ભરપૂર છે.
• કિંમત: તેનું ઓટોમેટિક વેરિઅન્ટ ₹7.11 લાખ થી શરૂ થાય છે.
• એન્જિન: આમાં 1199cc નું Revotron એન્જિન છે, જે 86 bhp પાવર અને 113 Nm ટોર્ક બનાવે છે.
• માઇલેજ: માઇલેજ 18.8 થી 20.09 kmpl સુધી છે.
• ફીચર્સ: 7-ઇંચ ટચસ્ક્રીન, Harman સાઉન્ડ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ અને રેન-સેન્સિંગ વાઇપર્સ. ટોપ વેરિઅન્ટમાં સનરૂફ, વાયરલેસ ચાર્જર અને 360° કેમેરા પણ મળે છે.
• સેફ્ટી: સેફ્ટીની વાત કરીએ તો, પંચને ગ્લોબલ NCAP તરફથી 5-સ્ટાર રેટિંગ મળ્યું છે, જે તેને સૌથી સુરક્ષિત કાર બનાવે છે.
આ પણ વાંચો- WhatsApp પર બેન થશો તો વધશે મુશ્કેલી, સરકાર કરશે કાર્યવાહી, સ્કેમર્સને રોકવા લીધો મોટો નિર્ણય!