ટાટા મોટર્સે ભારતના પેસેન્જર-વ્હીકલ રિટેલ માર્કેટમાં સતત બીજા મહિને પોતાનું નંબર 2નું સ્થાન મજબૂત કર્યું છે.સરકારના વાહન પોર્ટલના ડેટા અનુસાર,કંપનીએ ઓક્ટોબર 2025માં 73,879 યુનિટ વેચ્યા હતા,જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના 67,444 યુનિટ અને હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના 65,048 યુનિટ કરતા આગળ છે.


ટાટાના હરીફ વચ્ચે તફાવત વધ્યો

ટાટા અને તેના નજીકના હરીફો વચ્ચેનો તફાવત હવે વધ્યો છે.ટાટા હવે મહિન્દ્રા કરતાં આશરે 7,900 યુનિટ અને હ્યુન્ડાઇ 9,660 યુનિટથી આગળ છે.જે સપ્ટેમ્બરમાં 3,492 અને 5,339 યુનિટ હતો.આ સ્થાનિક ઓટોમેકર માટે તહેવારોની મોસમની મજબૂત માંગને પ્રતિબિંબિત કરે છે.જે તેના સ્પોર્ટ યુટિલિટી વાહનો (SUV)અને ઇલેક્ટ્રિક વાહનો (EV)ની સતત માંગને કારણે છે.

હ્યુન્ડાઇ અને મહિન્દ્રા કરતાં આગળ નીકળી

સપ્ટેમ્બર 2025માં,ટાટાએ 41,151યુનિટ પહોંચાડ્યા હતા.જે પહેલાથી જ મહિન્દ્રાના 37,659 યુનિટ અને હ્યુન્ડાઇના 35,812 યુનિટને વટાવી ગયા હતા.જોકે,ઓક્ટોબરમાં થયેલી વૃદ્ધિ દર્શાવે છે કે કંપનીએ નવરાત્રી અને દિવાળી દરમિયાન તહેવારોની માંગનો સંપૂર્ણ લાભ ઉઠાવ્યો.મળતી માહિતી અનુસાર નવરાત્રી દરમિયાન રિટેલ વોલ્યુમ વાર્ષિક ધોરણે 34 ટકા વધ્યું હતું.જેનો ટાટા મોટર્સને સ્પષ્ટપણે ફાયદો થયો હતો.નવરાત્રી અને દિવાળી વચ્ચે ટાટાએ 100,000 થી વધુ વાહનોનું વેચાણ કર્યું હતું,જે વાર્ષિક ધોરણે 33 ટકાનો વધારો દર્શાવે છે અને તેમાંથી લગભગ 70 ટકા SUV હતા.

આ કારોની માંગ વધી

રસપ્રદ વાત એ છે કે,નેક્સોન કંપનીનું સૌથી વધુ વેચાણ કરતું મોડેલ હતું.તહેવારોની મોસમ દરમિયાન એકલા નેક્સોનનું લગભગ 38,000 યુનિટનું યોગદાન હતું.તેના વેચાણમાં લગભગ 73ટકાનો વધારો થયો હતો.જ્યારે પંચે બીજા 32,000 યુનિટનું યોગદાન આપ્યું હતું.ઇલેક્ટ્રિક વાહનો વિશે વાત કરીએ તો,નેક્સોન EV,ટિયાગો EV અને પંચ EVએ મળીને 10,000થી વધુ યુનિટનું વેચાણ કર્યું હતું.જે ગયા વર્ષના તહેવારોની મોસમ કરતા 37 ટકા વધુ છે.

  • Follow us on: