ભારતીય બજારમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે, તેવી મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા (e-Vitara) આ વર્ષના અંતે,ડિસેમ્બર 2025 માં શોરૂમમાં લોન્ચ થવા માટે તૈયાર છે. આ SUV નું ઉત્પાદન ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં થઈ રહ્યું છે. કંપની આ કારમાં 48.8 kWh અને 61.1 kWh એમ બે બેટરી વિકલ્પો ઓફર કરી શકે છે, જે 500 કિમીથી વધુની રેન્જનો દાવો કરે છે આ પ્રીમિયમ SUV ની અંદાજિત પ્રારંભિક કિંમત ₹17-18 લાખ રહેવાની શક્યતા છે.

ડિસેમ્બર 2025માં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર

આ કારને ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 માં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કારનું ઉત્પાદન ગુજરાતના હાંસલપુર સ્થિત મારુતિના પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે.

બેટરી પાવર અને રેન્જ: 500 કિમીથી વધુનો દાવો

મારુતિ ઇ-વિટારા ઇલેક્ટ્રિક SUV ને બે મુખ્ય બેટરી વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે, જે ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ પસંદગી કરવાની તક આપશે:

  • નાનું બેટરી પેક: 48.8 kWh
  • મોટું બેટરી પેક: 61.1 kWh

100 થી વધુ દેશોમાં નિકાસ

શરૂઆતમાં, ગુજરાતના પીપાવાવ બંદરથી યુકે, જર્મની, નોર્વે અને ફ્રાન્સ સહિત 12 યુરોપિયન દેશોમાં 2,900થી વધુ યુનિટ મોકલવામાં આવ્યા છે. આ મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક SUV વિશ્વભરના 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ વાહન કંપનીની તાજેતરમાં લોન્ચ થયેલી મધ્યમ કદની SUV,વિક્ટોરિસની જબરદસ્ત સફળતાને અનુસરે છે, જેને થોડા અઠવાડિયામાં 25,000થી વધુ બુકિંગ મળ્યા હતા. હવે, કંપની તેનું પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહન (EV) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

ઇ-વિટારા કિંમત, બેટરી અને રેન્જ

ઇ-વિટારા કંપનીના પ્રીમિયમ નેક્સા ડીલરશીપ દ્વારા વેચવામાં આવશે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત રૂ17 લાખથી વધુ હોવાની ધારણા છે. તેમાં BYD માંથી મેળવેલા બે LFP બેટરી પેક હશે - એક 48.8 kWh અને બીજો 61.1 kWh. કંપનીનો દાવો છે કે એક વાર ફુલ ચાર્જ કરવા પર તે 500 કિમીથી વધુની ડ્રાઇવિંગ રેન્જ ધરાવે છે.