ભારતમાં બેન્ટલીએ પોતાનો પહેલો સત્તાવાર લક્ઝરી શોરૂમ ખોલતા હવે આ કંપનીની કારના શોખીનો માટે તેમની ડ્રીમ કાર ખરીદવામાં ઘણી સરળતા રહેશે અને કપની પણ સારી રીતે કારનું વેચાણ અને સેવા પ્રદાન કરી શકશે.
નરીમન પોઈન્ટ ખાતે ખૂલ્યો શો રૂમ
બ્રિટિશ લક્ઝરી ઓટોમેકર કંપની બેન્ટલીએ નરીમન પોઈન્ટ ખાતે ઇન્ફિનિટી કાર્સ સાથે ટાઈઅપ કરીને ભાગીદારીમાં તેમની પ્રથમ ડીલરશીપની સત્તાવાર રીતે શુભ શરૂઆત કરી છે. આ નવા શો રૂમના સેન્ટરથી આ બ્રિટિશ લક્ઝરી કંપની હવે સમગ્ર ભારતમાં કાર પ્રેમીઓમાટે મોડેલ લાઇનઅપની સુવિધા પૂરી પાડશે. મુંબઈના સૌથી ફેમસ પોઈન્ટ એવા નરીમન પોઈન્ટ ખાતે આ લક્ઝરી શોરૂમ ખોલવામાં આવ્યો છે.
બે દાયકાથી માત્ર આયાત થતી હતી કાર
ભારતમાં પણ સ્પોર્ટ્સ અને લક્ઝરી કારના ચાહકો રહ્યા છે અને એવા ઘણા કાર પ્રેમીઓ કે જેમણે તેમની મનપસંદ કાર બહારથી આયાત કરાવીને ભારત મંગાવી હોય ત્યારે હવે બ્રિટિશ લક્ઝરી ઓટોમેકર કંપની બેન્ટલીના ચાહકોને તેમની મનપસંદ કાર બહારથી આયાત નહીં કરવી પડે કેમ કે લગભગ બે દાયકાથી, ભારતમાં બેન્ટલી કાર જે ફક્ત આયાત દ્વારા વેચાતી હતી તેનો ઓફિશિયલ શો રૂમ ખૂલી ગયો છે.
શોરૂમમાં બેન્ટલીના ત્રણ ફ્લેગશિપ મોડેલ્સ
લક્ઝરી કાર પ્રેમીઓ માટે આ બ્રિટિશ લક્ઝરી ઓટોમેકર કંપનીએ બેન્ટલીના ત્રણ ફ્લેગશિપ મોડેલ્સ હાલ મુંબઈના નરીમન પોઈન્ટ ખાતે લોન્ચ કર્યા છે. જેમાં કોન્ટિનેન્ટલ જીટી, ફ્લાઇંગ સ્પુર અને બેન્ટાયગા આ ત્રણ મોડેલની કાર રહેશે અને આ બધાજ મોડેલ ભારતમાં વેચાણ અર્થે ઉપલબ્ધ રહેશે. આ શોરૂમ ગ્રાહકોને બેન્ટલી વિશ્વનો એક લક્ઝરી બ્રાન્ડ અનુભવ પ્રદાન કરવા માટે બનાવામાં આવ્યો છે.