નિસાન મોટર ઇન્ડિયાએ તેની નવી કોમ્પેક્ટ SUVનું નવા નામાં અને ડિઝાઇન જાહેર કરી છે. કંપનીએ પુષ્ટિ આપી છે કે આ મોડેલનું નામ Nissan Tekton હશે અને તે 2026માં વેચાણ માટે ઉપલબ્ધ થશે.નિસાનની One Car,One World નવા રૂપમાં ટેકટનનું ઉત્પાદન કંપનીના ચેન્નાઈ પ્લાન્ટમાં રેનો સાથે મળીને કરવામાં આવશે. તે ભારતમાં વેચવામાં આવશે અને પસંદગીના દેશોમાં નિકાસ કરવામાં આવશે.
પ્રીમિયમ મોડલ પણ જોવા મળશે
કંપનીના પ્રીમિયમ C-સેગમેન્ટ SUV ઓફર સાથે જોવા મળે છે.જે એન્જિનિયરિંગએ વિવિધ ડિઝાઇન સાથે જોવા મળે છે.આ કાર સીધી C-SUV બજારમાં પ્રવેશ કરશે અને ક્રેટા-કદના સેગમેન્ટમાં ખરીદી કરતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.Tekton ભારતીય માર્કેટમાં Kia Seltos,Skoda Kushaq,Honda Elevate,Volkswagen Taigun અને Tata Nexo સાથે પણ રેસમા જોવા મળશે
જાણો ડિઝાઇન
નિસાન કહે છે કે ટેકટનની ડિઝાઇન તેની મોટી અને લાંબા સમયથી ચાલતી SUV પેટ્રોલ જેવી જ છે.શરૂઆતની છબીઓ અને ડિઝાઇનમા એક મજબૂત બોલ્ડ જોવા મળશે.જેમાં મજબૂત બોનેટ,C આકારની હેડલાઇટ અને મજબૂત ફ્રન્ટ એન્ડ છે. તેમાં નીચલું બમ્પર હશે, જે તેને આકર્ષક દેખાવ જોવા મળશે.ત્યારે હિમાલયના પર્વતોથી પ્રેરિત ડબલ-C ડિઝાઇન કરવામાં આવી છે
2026ના આગમનની પુષ્ટિ કરી
નિસાને હજુ સુધી વિગતવાર ટેકનિકલ વિશિષ્ટતાઓ અથવા એન્જિન વિકલ્પો જાહેર કર્યા નથી. તેણે એ પણ જાહેર કર્યું નથી કે તે કયા દેશોમાં નિકાસ કરવામાં આવશે.કંપનીએ ફક્ત નામ,વ્યાપક ડિઝાઇન દિશા અને 2026ના આગમનની પુષ્ટિ કરી છે. ટેકટન નિસાનની વૈશ્વિક વ્યૂહરચના હેઠળ બીજી કાર હશે, જેમાં મુખ્ય મોડેલ બહુવિધ માર્કેટમાં શેર કરવામાં આવશે. તેનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે.