પરંતુ સમય પસાર થયો અને 15 વર્ષ બાદ ચીની કાર કંપની BYD આજે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રીક વાહન કંપની બની ચુકી છે.
ગ્લોબલ EV ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય ઉદાહરણ
સમયની એક સુંદર આદત છે કે, તે બદલાય છે. ચીની કાર કંપની BYDનો એલન મસ્કે ભૂતકાળમાં મજાક ઉડાવ્યો હતો અને તેના પર હાસ્યાસ્પદ ટીપ્પણી કરી હતી. પરંતુ સમયની સાથે એલન મસ્કની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કારની બ્રાંડ ટેસ્લાને ચીની કાર કંપની BYDએ સ્પર્ધામાં પાછળ મુકી દીધી છે. ચીની કાર કંપની BYDના સેલિંગના આંકડા તમામને ચોંકાવે એવા છે. આ પરિવર્તન ન માત્ર એક કંપનીની સફળતા માટેનો છે. પરંતુ ગ્લોબલ EV ઇન્ડસ્ટ્રી માટે ઉદાહરણ સ્વરૂપ છે.
વિશ્વનું નંબર વન EV બ્રાન્ડ એટલે BYD
બિલ્ડ યોર ડ્રીમ એટલે BYDએ વાર્ષિક વેંચાણના મામલામાં ટેસ્લાને પાછળ મુકી દીધી છે. અને આ વધારો સામાન્ય નથી. BYDની ગ્લોબલ EV વેંચાણ વાર્ષિક આધાર પર લગભગ 28 ટકા વધીને 22,54,714 યૂનિટ સુધી પહોંચી ગઇ છે. તો આ તરફ ટેસ્લાના વેંચાણમાં 9 ટકાનું નુકસાન થયુ છે. અને કંપની માત્ર 16,36,129 યૂનિટ જ વેંચી શકી છે. એટલે BYDએ ટેસ્લા કરતા 6,18,585થી વધુ ઇલેકટ્રીક ગાડીઓનું વેંચાણ કર્યુ છે. જે લગભગ 38 ટકાથી પણ વધુ છે. આ તુલનામાં BYDએ ટેસ્લા કરતા ઘણી આગળ છે.
ભારતમાં BYD vs Teslaનો શું છે માહોલ ?
ભારતમાં BYDની યાત્રા 13 વર્ષ પહેલા શરુ થઇ હતી. કંપનીએ અહીં 2013માં જ ઇલેક્ટ્રીક બસ સેગ્મેન્ટમાં એન્ટ્રી કરી હતી. અને કારનું વેંચાણ કંપનીએ 2022માં શરુ કરી હતી. બીજી તરફ ટેસ્લા માટે ભારતનું બજાર નવુ છે. ટેસ્લાએ ગયા વર્ષે જુલાઇમાં ભારતીય બજારમાં પદાપર્ણ કર્યુ હતુ. તે ત્ર એક કાર Model Yનું વેંચાણ કરે છે. જેની શરૂઆત લગભગ 58.9 લાખ રૂપિયા છે.
ટેસ્લાના વેચાણમાં ઘટાડો કેમ ?
નિષ્ણાતો માને છે કે ટેસ્લાના નબળા પ્રદર્શન પાછળ ઘણા કારણો છે. જેમાં જૂની મોડેલ લાઇનઅપ, યુએસમાં EV ટેક્સ ક્રેડિટનો અંત, રોબોટેક્સી અને ઓટોનોમસ ડ્રાઇવિંગ પર વધુ ધ્યાન અને તેમની રાજકીય પ્રવૃત્તિઓને કારણે એલોન મસ્કની છબી ખરડાઈ રહી છે. તો બીજી તરફ, BYD ભારતમાં તેના વાહન પોર્ટફોલિયોનો સતત વિસ્તાર કરી રહ્યું છે. તાજેતરમાં, કંપનીએ તેની નવી 7-સીટર ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી હતી. બંનેમાંથી કોઈ પણ કંપની પાસે ભારતમાં ઉત્પાદન એકમ નથી. જો કે, BYDએ EV અને બેટરી પ્લાન્ટ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ American Delta Force: વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરનાર અમેરિકાનું ડેલ્ટા ફોર્સ છે કેટલી ખતરનાક?, જાણો
