ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં સ્પોટી અને પાવરફુલ સ્કૂટર પસંદ કરનારા યુવાનોમાં હંમેશાં TVS Ntorq સિરીઝ પ્રથમ પસંદ રહી છે. આ લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને TVS Motor Company એ પોતાના પાવરફુલ સ્કૂટર Ntorq 150 માટે એકદમ નવો અને આકર્ષક Spectral Green (સ્પેક્ટ્રલ ગ્રીન) કલર ઓપ્શન બજારમાં ઉતાર્યો છે. આ નવો કલર ખાસ કરીને એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ કંઈક હટકે અને પ્રીમિયમ લુક ઈચ્છે છે પરંતુ વધુ ભપકાદાર રંગોથી બચવા માંગે છે. આ નવા કલરના ઉમેરા સાથે હવે Ntorq 150 કુલ ચાર અલગ-અલગ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થઈ ગયું છે.
149.7 સીસી એન્જિનથી સજ્જ
આ નવા સ્પેક્ટ્રલ ગ્રીન શેડમાં ડાર્ક ઓલિવ ગ્રીન બોડી ફિનિશ આપવામાં આવી છે, જેની સાથે ગ્રે અને ફ્લોરોસન્ટ યલો રંગના શાનદાર ગ્રાફિક્સ જોવા મળે છે. સ્કૂટરના ફ્રન્ટ ફેડર અને પાછળના બોડી પેનલ પર પણ ખાસ હાઇલાઇટ્સ આપવામાં આવી છે. મેકેનિકલ ફ્રન્ટની વાત કરીએ તો, આ સ્કૂટરમાં અગાઉની જેમ જ 149.7 સીસીનું સિંગલ-સિન્ડર, 3 વાલ્વ અને એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 13bhp ની પાવર અને 14.2Nm નો ટોર્ક જનરેટ કરે છે, જેનાથી રાઇડર્સને ઉત્તમ પિકઅપ મળે છે.

