ઠંડીની સિઝનમાં ઇલેક્ટ્રિક કારની રેન્જ પર ઘણી અસર પડે છે. જેવો તાપમાનમાં ઘટાડો થાય છે, બેટરીનુ પર્ફોમન્સ ધીમે થવા લાગે છે. જેનાથી 20-40 ટકા સુધીની રેન્જ ઓછી થઇ શકે છે. એવામાં તમારી EVનો સારી રીતે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઇચ્છો તો ઠંડીની સિઝનમાં તમારી ઇલેક્ટ્રિક કાર પહેલા જેવી રેન્જ આપો તો આવો જાણીએ સરળ ટ્રિક વિશે....


EV ને પ્રી-કન્ડિશન કરો

ઠંડા હવામાનમાં બેટરીનું તાપમાન ઘણું નીચે ઉતરી જાય છે, જેના કારણે શરૂઆતમાં કાર વધુ ઊર્જા ખર્ચે છે. તેથી સવારે ઘરેથી નીકળતા પહેલાં અંદાજે 30–40 મિનિટ પહેલા એપ મારફતે કારને પ્લગ-ઇન રાખીને પ્રી-હીટ કરો. આથી બેટરી અને કેબિન બંને ગરમ થઈ જાય છે. પ્રી-કન્ડિશનિંગનો ફાયદો એ પણ છે કે તે ઊર્જા સીધી ઘરની ઈલેક્ટ્રિસિટીમાંથી લે છે, બેટરીમાંથી નહીં. આથી તમારી રેન્જ 20–30% સુધી વધી શકે છે અને કાર તરત જ સ્મૂથ ડ્રાઇવ આપવા લાગે છે.

ટાયર પ્રેશર અને વિન્ટર ટાયર્સનું ધ્યાન રાખો

શિયાળામાં હવા સંકોચાતી હોવાથી ટાયર પ્રેશર 3–5 PSI સુધી ઘટી શકે છે. દર અઠવાડિયે તેને તપાસો અને 2–3 PSI વધારે રાખો. જો તમારા વિસ્તારમાં વધારે ઠંડી અથવા હિમવર્ષા થાય છે તો M+S અથવા વિન્ટર ટાયર્સ લગાવવું જરૂરી છે. સારી ગ્રિપના કારણે રેન્જ બચી રહે છે અને સલામતી પણ વધે છે.

ધીમે એક્સિલરેટ કરો અને વન-પેડલ ડ્રાઇવિંગ અપનાવો

ઠંડીમાં રિજનરેશન ઓછું થઈ જાય છે, તેથી અચાનક ઝડપી એક્સિલરેશન કરવાથી બેટરી પર વધારે લોડ પડે છે. ધીમે ધીમે સ્પીડ વધારો અને શક્ય હોય ત્યાં સુધી વન-પેડલ ડ્રાઇવિંગનો ઉપયોગ કરો. આથી બેટરી ગરમ રહે છે અને ઊર્જાની બચત થાય છે.

હીટર સમજદારીથી વાપરો

PTC હીટર ખૂબ વીજળી ખેંચે છે.ક્યારેક 5–7 kW સુધી. તેથી પહેલા સીટ હીટર અને સ્ટિયરિંગ હીટરનો ઉપયોગ કરો, જે માત્ર 100–200 વોટ ઊર્જા વાપરે છે. આથી કેબિન પણ ગરમ રહે છે અને રેન્જ પણ સુરક્ષિત રહે છે.

સરખી રીતે કરો ચાર્જિંગ

શિયાળામાં બેટરીને 20–80% વચ્ચે રાખવું સૌથી યોગ્ય માનવામાં આવે છે. રાત્રે ઘરે પહોંચતાની સાથે જ EV ને પ્લગ-ઇન કરી દો, જેથી બેટરી ઠંડીમાં પણ ગરમ રહે અને સવારે પૂરી કાર્યક્ષમતાથી તૈયાર મળે. ખૂબ વધારે ઠંડીમાં DC ફાસ્ટ ચાર્જિંગથી દૂર રહો અને Level-2 AC ચાર્જરનો ઉપયોગ કરો.


  • Follow us on: