આજના સમયમાં, કાર હવે ફક્ત શોખ નથી રહી, પરંતુ દરેક ઘરમાં તે એક જરૂરિયાત બની ગઈ છે. જોકે, નવી કારની કિંમત એટલી વધુ હોય છે કે દરેક વ્યક્તિના બજેટમાં તે નથી હોતી.. તેથી, ઘણા લોકો સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું નક્કી કરે છે. આ વિકલ્પને આજે લોકો ખુબ અપનાવી રહ્યા છે. જોકે, સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા તેની પૂરતી તપાસ કરવી ખુબ જ જરૂરી બની જાય છે. મોટાભાગના લોકો એન્જિન, માઇલેજ અથવા એક્સિડન્ટ હિસ્ટ્રી ચેક કરે છે. પરંતુ તેઓ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોને અવગણે છે. જેના કારણે આગળ જતા મુશ્કલીનો સામનો કરવો પડે છે.


આવો જાણીએ એ ત્રણ મહત્વની બાબતો, જેના ડૉક્યુમેન્ટ્સ ચેક કર્યા વગર સેકન્ડ હેન્ડ કાર ખરીદવી એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

નંબર પ્લેટ ચેક કરવી

જૂની ગાડીનો ઈતિહાસ જાણવો ખુબ જ જરૂરી છે, કારણ કે ઘણી વાર ગુનામાં ઉપયોગમાં ગાડી ખુબ જ સસ્તામાં વેચવામાં આવે છે. અને જો આવી કાર ખરીદશો તો તમે પણ કાયદાકીય ઝંઝટમાં ફસાશો. માટે જ ગાડીનું રજિસ્ટ્રેશન નંબર ઓનલાઈન ચેક કરવું ખુબ જ જરૂરી છે. અને આના માટે તમે ક્રાઈમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્કની વેબસાઈટ પર જઈ ગાડી નંબર ાપી ચેક કરી શકો છો. અહીં તમને ગાડી પર કોઈ કેસ કે ફરિયાદ દાખલ થયેલી છે કે નહીં તે જાણી શકાય છે. અને જો કોઈ કેસ કે વિવાદની માહિતી મળે તો આવી કાર ક્યારેય ના ખરીદતા.

ચલણની ડિટેલ્સ ચેક કરો

ઘણીવાર જૂની ગાડીઓના ટ્રાફિક ચલણની ચૂકવણી બાકી હોય છે અને આવી કારની ખરીદી કરનારો અજાણતા જ આ બોજ પોતાના માથે લઈ લે છે. યાદ રાખો જો ગાડી તમારા નામે ટ્રાન્સફર થઈ ગઈ તો બાકી ચલણ તમારે જ ચુકવવું પડશે. માટે કાર ખરીદતા પહેલા પરિવહન મંત્રાલયની ઈ-ચલણ વેબસાઈટ પર જઈ વાહન નંબર નાંખી ચેક કરી લો. ત્યાં તમને વાહન પર કોઈ ચલણ પેન્ડિંગ છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માળી જશે. સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા તેના જૂના માલિક પાસે કારના તમામ બાકી ચૂકવણાં ક્લિયર કરાવી દો.

RC અને NOC ચેક કરવાનું ના ભૂલતા

સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અવશ્ય તપાસો. RCથી તમને વાહનના માલિક અને લોનની સ્થિતિ વિશે માહિતી મળશે. જો કાર બેંક દ્વારા ફાઇનાન્સ કરવામાં આવેલી છે તો RC પર બેંકનું નામ લખેલું હોય છે. આવી સ્થિતિમાં ગાડીના ઓનર પાસેથી NOC લેવું ખુબ જ જરૂરી છે. જેનાથી એ સાબિત થાય છે કે તમામ EMI ચૂકવી દેવામાં આવી છે. જો તને આવી ગાડી ખરીદો છે જેની લોનની EMI બાકી છે તો આગળ જતા પેમેન્ટની જવાબદારી તમારા પર આવશે. માટે જ ઉતાવળ ના કરો અને પહેલા તમામ ડૉક્યુમેન્ટ્સ યોગ્ય રીતે ચેક કરો અને પછી જ ડીલ ફાઈનલ કરો.


  • Follow us on: