પાવર અને પર્ફોમન્સ મોટરસાયકલની દુનિયામાં રોયલ એનફિલ્ડ એક મોટું નામ છે. કંપનીની સૌથી જૂની બાઇક બુલેટનો પણ એક અલગ રૂત્બો છે.1932માં જન્મેલી આ બાઇક સતત તેના ઉત્પાદનમાં બનેલી દુનિયાની સૌથી જૂની બાઇક છે. હવે તે 93 વર્ષ બાદ, એક અલગ જ અંદાજ, સૌથી અલગ દમદાર રૂપમાં ‘Bullet 650’ લોન્ચ કરવામાં આવી છે.

રોયલ એનફિલ્ડે પોતાની પ્રખ્યાત બાઇક બુલેટને ફરી એક વખત નવા રૂપમાં જાહેર કરી છે અને આ વખતે તે પહેલા કરતા પણ વધારે દમદાર અને એટ્રેક્ટિવ બની ગઇ છે. નવી Royal Enfield Bullet 650 ન માત્ર કંપનીના એન્જીનિયરોનો કમાલ છે, પરંતુ તે તેની ઓળખાણને આગળ વધારે છે. જેમાં આ બાઇકને ભારત જ નહીં, દુનિયા ભરમાં એક લિજેન્ડ બનાવી દીધુ છે. આવો જાણીએ આ બાઇકની પાંચ ખાસ વાતો જે બાકી દરેકથી અલગ બનાવે છે.

1. 90 વર્ષની વારસાનો નવો રૂપ

Bullet 650ની શરૂઆત 1932માં થઈ હતી, અને હવે તે 90થી વધુ વર્ષની પરંપરાને સાથે લઈને નવા અવતારમાં પાછી આવી છે. કંપનીએ આ બાઈકનો ક્લાસિક લુક અને જૂનો આકર્ષણ જાળવી રાખતા તેમાં ઘણા આધુનિક ફેરફાર કર્યા છે. આ બાઈક હજી પણ એ જ મજબૂત, વિશ્વાસપાત્ર અને રોયલ ફીલ આપે છે જે દરેક બુલેટ રાઇડરને ગમે છે, પરંતુ હવે તેમાં વધુ સુવિધા અને શક્તિ ઉમેરાઈ છે.

2. જબરદસ્ત 650cc એન્જિન

નવી Bullet 650માં કંપનીનું જાણીતું 647.95cc પેરાલેલ-ટ્વિન એન્જિન આપવામાં આવ્યું છે, જે 47 બી.એચ.પી.ની પાવર અને 52.3 એન.એમ.નો ટોર્ક જનરેટ કરે છે. 6-સ્પીડ ગિયરબૉક્સ સાથે આ એન્જિન સ્મૂથ અને સ્ટેબલ રાઇડિંગનો અનુભવ આપે છે. હાઇવે પર લાંબી મુસાફરી હોય કે શહેરની ધીમી ગતિની સવારી, આ એન્જિન દરેક સ્થિતિમાં શાનદાર પરફોર્મન્સ આપે છે.

3. પરંપરાગત પણ મજબૂત ડિઝાઇન

રોયલ એનફિલ્ડે આ બાઈકના ડિઝાઇનમાં મોટો ફેરફાર કર્યો નથી, જેથી તેનો ક્લાસિક આકર્ષણ જળવાઈ રહે. તેમાં એ જ ટીર્ડ્રોપ ફ્યુઅલ ટેન્ક, વિંગ્ડ બેજ અને 1950ના દાયકામાં પહેલી વાર દેખાયેલ “ટાઇગર-આઇ” પાઇલટ લેમ્પ આપવામાં આવ્યા છે. હેન્ડ-પેઇન્ટેડ પિનસ્ટ્રાઇપ્સ અને સંપૂર્ણ મેટલ બોડી તેને રોયલ ફિનિશ આપે છે. તેનું લુક નોસ્ટેલ્જિયા અને આધુનિકતાનું પરફેક્ટ કોમ્બિનેશન છે.

4. નવું ફ્રેમ અને રાઇડિંગ કમ્ફર્ટ

આ બાઈકમાં સ્ટીલ ટ્યુબ્યુલર સ્પાઇન ફ્રેમ આપવામાં આવી છે, જે સ્ટેબિલિટી અને બેલેન્સ જાળવે છે. આગળ 43mm ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળ ટ્વિન શૉક્સ સાથે આ બાઈક કોઈપણ રોડ પર ઉત્તમ સવારીનો આરામ આપે છે. 19 ઇંચના ફ્રન્ટ અને 18 ઇંચના રિયર વ્હીલ્સ સાથે તેનો સ્ટાન્સ વધુ આકર્ષક લાગે છે. ઉપરાંત, ડ્યુઅલ ચેનલ ABS, 320mm ફ્રન્ટ ડિસ્ક અને 300mm રિયર ડિસ્ક બ્રેક રાઇડિંગને વધુ સુરક્ષિત બનાવે છે.

5. ફીચર્સમાં આધુનિક ટચ

ક્લાસિક લુક સાથે હવે Bullet 650માં ઘણા આધુનિક ફીચર્સ પણ ઉમેરાયા છે. તેમાં LED હેડલેમ્પ અને ટેલ લેમ્પ, એનાલોગ-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને USB Type-C ચાર્જિંગ પોર્ટ જેવા ફીચર્સ છે. નવું ક્લસ્ટર હવે ફ્યુઅલ લેવલ, ગિયર પોઝિશન, ટ્રિપ મીટર અને સર્વિસ રિમાઇન્ડર જેવી માહિતી પણ બતાવે છે. આરામદાયક સીટ અને ઊંચું હેન્ડલબાર તેને લાંબી મુસાફરી માટે વધુ અનુકૂળ બનાવે છે.