ટાટા મોટર્સે પોતાની Curvv SUV-coupe રેન્જમાં મોટું અપડેટ કર્યુ છે. કંપનીએ તેના પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં ઘણી નવી આરામ અને ડિઝાઇન સુવિધાઓ ઉમેરી છે. આ અપડેટનો ઉદ્દેશ્ય કારની કેબિન સ્પેસ, આરામ અને આંતરિક લક્ઝરીમાં વધુ સુધારો કરવાનો છે, સાથે સાથે તેની સલામતી અને કામગીરી જાળવી રાખવાનો છે.
નવી Curvv માં હવે ઘણા એવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે પોતાના સેગમેન્ટમાં પહેલી વાર જોવા મળે છે. ટાટાનું કહેવું છે કે તેમણે સ્માર્ટ એન્જિનિયરિંગ ઇનોવેશન દ્વારા કારની અંદરની જગ્યા વધારે કરી છે, જેથી બધા મુસાફરોને વધુ જગ્યા અને આરામ મળી શકે.
SUVમાં થયો આ બદલાવ
અપડેટ થયેલી Curvv અને Curvv EV માં ઘણા ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં R-Comfort સીટ્સ પેસિવ વેન્ટિલેશન સાથે જે ભારતમાં પહેલી વાર આપવામાં આવી છે, Serenity Screen સનશેડ્સ એટલે કે પ્રાઈવસી અને ગરમીથી બચવા માટે , Cup Dock પાછળના આર્મરેસ્ટમાં કપ હોળ્ડર સાથે, વ્હાઇટ કાર્બન ફાઇબર સ્ટાઇલ ડેશબોર્ડ, અને લેધર સીટ્સ સાથે નવી ઇન્ટિરિયર થીમ સામેલ છે. Curvv EV માં પાછળ બેસનાર માટે PureComfort ફુટરેસ્ટ અને ErgoWing હેડરેસ્ટ પણ આપવામાં આવ્યા છે, જે સામાન્ય રીતે મોંઘી લક્ઝરી કારોમાં જ જોવા મળે છે.
કિંમતની જો વાત કરીએ તો
કિંમતની વાત કરીએ તો, ટાટા મોટર્સે નવી Curvv ને મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે લોન્ચ કરી છે. પેટ્રોલ/ડીઝલ વેરિઅન્ટની કિંમત ₹14.55 લાખ એક્સ-શોરૂમ થી શરૂ થાય છે. જ્યારે Curvv Electric ના Accomplished અને Empowered બંને વેરિઅન્ટ ₹18.49 લાખ એક્સ-શોરૂમ થી શરૂ થાય છે.
પ્રીમિયમ ફીચર્સ
નવી Curvv માં લક્ઝરી ઉપરાંત ઘણા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં સામેલ થાય છે કે,
-12.3 ઇંચનું HARMAN ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ,
-9-સ્પીકર JBL ઓડિયો સિસ્ટમ Arcade.ev કનેક્ટિવિટી સાથે જેસ્ચર-કન્ટ્રોલ્ડ પાવર ટેલગેટ
-પેનોરામિક સનરૂફ મૂડ લાઇટિંગ સાથે ટ્વિન ઝોન ક્લાઈમેટ કંટ્રોલ AC
- 500 લીટરનું બૂટ સ્પેસ, જે કારને વધુ પ્રેક્ટિકલ બનાવે છે.
સેફ્ટી
ટાટા મોટર્સે સેફ્ટીના મામલે પણ કોઈ સમાધાન કર્યું નથી. Curvv ને 5-સ્ટાર Bharat NCAP સેફ્ટી રેટિંગ મળી છે. તેમાં હવે Level-2 ADAS પણ આપવામાં આવ્યું છે, જેનાથી તે પોતાના ક્લાસમાં સૌથી સુરક્ષિત SUVs માંની એક બની છે. ટાટા મોટર્સે કેબિનને વધુ લક્ઝુરિયસ બનાવ્યો છે અને ઘણા કમ્ફર્ટ ફીચર્સ ઉમેર્યા છે, જેથી Curvv ને એક પ્રીમિયમ મિડ-સાઇઝ SUV તરીકે વધુ મજબૂત ઓળખ મળી રહે.