Tata Motors: ભારતીય બજારમાં Tata Motors હવે પેટ્રોલ અને ડીઝલની સાથે CNG અને ઇલેક્ટ્રિક કારમાં પણ મજબૂત પકડ બનાવી ચૂકી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ પોતાની કારમાં ઘણા ફેરફાર કર્યા છે. તેની અસર હવે વેચાણના આંકડામાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે.

ઓગસ્ટમાં 67,753 પેસેન્જર વાહનોનું વેચાણ

ઓગસ્ટ 2026નું વેચાણ કંપની માટે ખાસ રહ્યું. Tata Motorsએ એક મહિનામાં કુલ 67,753 પેસેન્જર વાહનો વેચ્યાનો દાવો કર્યો છે. ગયા વર્ષની સરખામણીમાં કંપનીના વેચાણમાં લગભગ 56 ટકાનો વધારો નોંધાયો છે. આ સારા પ્રદર્શનમાં ઇલેક્ટ્રિક અને CNG કારની મોટી માંગ રહી છે.

ઇલેક્ટ્રિક કારની વધી માંગ

Tata Motors લાંબા સમયથી ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે અને હવે તેની અસર જોવા મળી રહી છે. ઓગસ્ટ 2026માં કંપનીએ 16,000થી વધુ ઇલેક્ટ્રિક કાર વેચી છે. એટલે કે કંપનીના કુલ પેસેન્જર વાહન વેચાણમાં લગભગ 25 ટકા હિસ્સો ઇલેક્ટ્રિક કારનો રહ્યો. ata Punch EV અને Nexon EV જેવી કારની ગ્રાહકોમાં સારી માંગ જોવા મળી રહી છે. સારી રેન્જ, સેફ્ટી અને વધતા ચાર્જિંગ નેટવર્કને કારણે ઘણા ગ્રાહકો હવે પેટ્રોલ અને ડીઝલ કારની જગ્યાએ ઇલેક્ટ્રિક કારનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

CNG કારની પણ વધી માંગ

માત્ર ઇલેક્ટ્રિક કારના કારણે Tataનું વેચાણ વધ્યું નથી. કંપનીની iCNG કારની પણ સારી માંગ છે. Tataના કુલ વેચાણમાં CNG મોડલનો હિસ્સો લગભગ 28 ટકા સુધી પહોંચ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. Tata Tiago, Tigor, Punch અને Altroz જેવા મોડલ CNG વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. આ કારમાં CNG હોવા છતાં બૂટ સ્પેસમાં વધારે સમાધાન કરવું પડતું નથી. આ વાત ગ્રાહકોને ઘણી પસંદ આવી રહી છે.

CNG કારમાં ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ

આ ઉપરાંત Tata CNG કારમાં ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ આપી રહી છે. શહેરમાં રોજ કાર ચલાવતા લોકો માટે આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. Punch અને Nexon જેવા મોડલ કંપનીના વેચાણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.. Punchની ખાસ વાત એ છે કે તેમાં પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક એમ ત્રણેય વિકલ્પ મળે છે. આ કારણે અલગ બજેટ અને જરૂરિયાત ધરાવતા ગ્રાહકોને પોતાની પસંદગી કરવાનો વિકલ્પ મળે છે. Tata Curvvની પણ બજારમાં સારી માંગ જોવા મળી રહી છે.

આગામી સમયમાં નવા મોડલ લાવશે Tata

Tata Motors પોતાની હાલની પકડને વધુ મજબૂત કરવા માટે આગામી સમયમાં નવા મોડલ અને અપડેટેડ કાર રજૂ કરવાની તૈયારીમાં છે. કંપની ઇલેક્ટ્રિક અને CNG સેગમેન્ટ પર ખાસ ધ્યાન આપી રહી છે. આગામી સમયમાં Tata Tigorનું નવું અપડેટેડ મોડલ અને Harrierનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ બજારમાં જોવા મળી શકે છે. કંપનીને આશા છે કે નવા મોડલ, સારી સેફ્ટી અને ઓછા રનિંગ ખર્ચને કારણે તહેવારોની સિઝનમાં વેચાણ વધુ વધી શકે છે.

આ પણ વાંચો: JLRમાં મોટી છટણીની તૈયાર, 4,000 કર્મચારીઓની આજીવિકા જોખમમાં