આજના સમયમાં ટેકનોલોજી એટલી ઝડપથી વધી રહી છે કે દરેક ઇન્ડસ્ટ્રી પર તેની અસર સ્પષ્ટ પણે જોવા મળે છે. ઓટોમોબાઇલ સેક્ટર પણ તેમાંથી એક છે. જ્યાં આજકાલ સૌથી વધારે ઇનોવેશન જોવા મળે છે. કેટલાંક વર્ષ પહેલા ગાડીઓમાં ટ્યુબ વાળા ટાયર લગાવવામાં આવતા હતા, પછી ટ્યુબ લેસ ટાયર સામાન્ય બની ગયા. હવે આવી રહ્યા છે એરલેસ ટાયર, જેને પંચર ફ્રી અને ભવિષ્યમાં તેની ઓછી દેખરેખ રાખવી પડે એવું માનવામાં આવે છે. આવો સરળ ભાષામાં સમજીએ કે આ ટાયર કેવી રીતે કામ કરે છે. આની લાઇફ કેવી હોય છે અને આ ટ્યુબલેસ ટાયર કરતા કેટલું સારૂં અને સેફ છે.
એરલેસ ટાયર શું છે?
એરલેસ ટાયર એવા ટાયર છે જેમાં હવા ભરવાની જરૂર પડતી નથી. તેના અંદર રબર અને સિંથેટિક મટિરિયલથી બનેલા ખાસ સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે, જે ટાયરને મજબૂતી અને આકાર આપે છે. તેના સ્પોક્સ અને બેલ્ટ બહારથી પણ દેખાય છે, એટલે તેનો ડિઝાઇન સંપૂર્ણ ભવિષ્યવાદી લાગે છે.
પંચરની ઝંઝટ સમાપ્ત
આ ટાયરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ક્યારેય પંક્ચર થતુ દ નથી. ખિલ્લી, કાચ કે કોઈપણ તીખી વસ્તુનો તેના પર પ્રભાવ નથી પડતો, કારણ કે તેમાં હવા હોતી જ નથી. એટલે ન હવા ભરાવવાની તકલીફ, ન પંક્ચરની ચિંતા. આ કારણથી તેને લો-મેઈન્ટેનન્સ ટાયર કહેવામાં આવે છે.
એરલેસ ટાયરની લાઇફ કેટલી?
એરલેસ ટાયરનું જીવન સામાન્ય ટાયર કરતાં ઘણું લાંબું માનવામાં આવે છે. નિષ્ણાતો પ્રમાણે એક એરલેસ ટાયર લગભગ 80,000 થી 1,00,000 કિ.મી. સુધી ચાલે છે. તેની સામે ટ્યુબલેસ ટાયર સામાન્ય રીતે 50,000 થી 70,000 કિ.મી. સુધી ચાલે છે. જોકે ડ્રાઇવિંગ સ્ટાઇલ, રસ્તાની સ્થિતિ અને વાહનની દેખરેખ પર ટાયરનું જીવન નિર્ભર કરે છે.
ટ્યુબલેસ ટાયર કેવી રીતે કામ કરે છે?
ટ્યુબલેસ ટાયર અલગ ટ્યુબ પર નિર્ભર નથી. તેમાં ભરી આવેલી હવા પોતે જ રિમ સાથે સીલ બનાવી દે છે. જો પંક્ચર થાય તો હવા ધીમે ધીમે બહાર નીકળે છે, જેથી વાહનને કાબૂમાં રાખવું સરળ રહે છે. આથી, ટ્યુબલેસ ટાયર જૂના ટ્યુબવાળા ટાયર કરતાં વધુ સુરક્ષિત છે.
એરલેસ ટાયર ટ્યુબલેસ કરતાં કેટલા સારી?
પંક્ચરનો ડર નથી, કારણ કે તેમાં હવા હોતી જ નથી.
બ્લોઆઉટનું જોખમ નહીં હોવાથી હાઈ-સ્પીડ ડ્રાઈવિંગ પણ સલામત.
મેન્ટેનન્સ ઓછું,ન હવા ચેક કરવાની, ન રિફિલિંગ.
લાંબી લાઈફ, એટલે વારંવાર બદલવાની જરૂર નહીં. રબરનો કચરો પણ ઓછો થાય છે.
કેટલીક ખામીઓ પણ છે
સામાન્ય રીતે આ ટાયર હજુ સુધી પરફેક્ટ ન કહી શકાય. તેની કિંમત સામાન્ય ટાયર કરતા વધુ છે. થોડી કઠોર રાઈડ ફીલ થઈ શકે છે અને ઝડપે અવાજ પણ વધુ હોઈ શકે છે. ટેક્નોલોજી હજુ શરૂઆતના તબક્કામાં છે, તેથી આ ટાયર બધા વાહનો માટે ઉપલબ્ધ નથી.