- રવિવારની સાથે બીજા અને ચોથા શનિવારે બેંક રહેશે બંધ
- ગ્રાહકો માટે ઓનલાઈન બેંકિંગ પહેલાની જેમ ચાલુ રહેશે
- RBI દર મહિને રજાની તારીખો કરે છે જાહેર
જો બેંક સાથે જોડાયેલું કોઈ કામ બાકી હોય તો તમે તેનું પ્લાનિંગ કરી લો તે જરૂરી છે. થોડા દિવસોમાં નવેમ્બર મહિનો ખતમ થવાનો છે અને સાથે જ ડિસેમ્બરમાં કુલ 13 દિવસ બેંક બંધ રહેવાની છે. આ સમયે બેંકના કામ અટકી જાય તે શક્ય છે. જો તમે સેલેરી એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ કે કરંટ એકાઉન્ટ ખોલવાના કામ, લોનના કામ, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવો કે ચેક સંબંધિત કામથી બેંક જવું છે તો તે પતાવી લો. બેંકમાં કયા રાજ્યમાં કયા દિવસે રજા રહેશે તે આરબીઆઈએ જાહેર કરી દીધું છે. તો તમે પણ જાણો લિસ્ટ અને તમારા કામ સરળતાથી પતાવી લો.
ઓનલાઈન બેંકિંગ સેવા રહેશે ચાલુ
બેંકિંગની રજાઓનું આ લિસ્ટ અલગ અલગ રાજ્યોમાં ઉજવાતા તહેવાર પર નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે બેંકની બ્રાન્ચ બંધ રહેવા છતાં તમે ઘરે બેઠા બેંકિંગની સાથેના કામ કરી શકો છો. ગ્રાહકોને માટે ઓનલાઈન બેંકિંગ પહેલાની જેમ ચાલુ રહેશે. આ સાથે એટીએમની સર્વિસ પણ ચાલુ રહેશે. જો તમારું કામ બેંક જઈને જ થઈ શકે તેમ હોય તો તમારે તેને રજાના દિવસોને ધ્યાનમાં રાખીને કરી લેવું જરૂરી છે. તો જાણો તારીખો.
RBI દર મહિને રજાની તારીખો કરે છે જાહેર
બેંક કયા દિવસે બંધ રહેશે તેનું લિસ્ટ ભારતીય રિઝર્વ બેંકની તરફથી જાહેર કરવામાં આવે છે. આ લિસ્ટના આધારે ડિસેમ્બરમાં 7 દિવસની રજાઓ છે અને સાથે જ મહિનાના બીજા અને ચોથા શનિવાર અને તમામ રવિવારે પણ બેંક બંધ રહેશે. આ સહિત કુલ 13 દિવસ બેંક બંધ રહેશે.
જાણો કઈ તારીખોએ ક્યાં બેંક રહેશે બંધ
- 3 ડિસેમ્બર 2022 - શનિવાર - સેન્ટ ઝેવિયર્સ ફિસ્ટ - ગોવામાં બેંકો બંધ રહેશે
- 4 ડિસેમ્બર 2022 - રવિવાર - બેંક બંધ - સમગ્ર દેશમાં બેંક બંધ
- 10 ડિસેમ્બર 2022 - શનિવાર - બીજો શનિવાર - સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
- 11 ડિસેમ્બર 2022 - રવિવાર - સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
- 12 ડિસેમ્બર 2022 - સોમવાર - પા-તાગન નેંગમિન્જા સંગમ - મેઘાલયમાં બેંકો બંધ રહેશે
- 18 ડિસેમ્બર 2022 - રવિવાર - દેશભરમાં બેંક બંધ
- 19 ડિસેમ્બર 2022 - સોમવાર - ગોવા મુક્તિ દિવસ - ગોવામાં બેંકો બંધ રહેશે
- 24 ડિસેમ્બર 2022 - શનિવાર - નાતાલ અને ચોથો શનિવાર - દેશભરમાં બેંક બંધ
- 25 ડિસેમ્બર 2022 - રવિવાર - સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
- 26 ડિસેમ્બર 2022 - સોમવાર - ક્રિસમસ, લાસુંગ, નમસંગ - મિઝોરમ, સિક્કિમ, મેઘાલયમાં બેંક બંધ
- 29 ડિસેમ્બર 2022 - ગુરુવાર - ગુરુ ગોવિંદ સિંહ જીનો જન્મદિવસ - ચંડીગઢમાં બેંકો બંધ રહેશે
- 30 ડિસેમ્બર 2022 - શુક્રવાર - યુ કિઆંગ નાંગવાહ - મેઘાલયમાં બેંકો બંધ રહેશે
- 31 ડિસેમ્બર 2022 - શનિવાર - નવા વર્ષની પૂર્વસંધ્યાએ - મિઝોરમમાં બેંકો બંધ રહેશે