આજે શનિવારના રોજ મે મહિનાનો અંતિમ દિવસ. આગામી જૂન મહિનાના આરંભ સાથે અનેક ફેરફાર જોવા મળશે. જૂન મહિનામાં અનેક સ્થાનો પર શાળામાં વેકેશનનો માહોલ પૂર્ણ થશે. વેકેશનના કારણે તમારા બેંક સંબંધિત કેટલાક મહત્વના કામો બાકી રહ્યા હોય તો જૂન મહિનામાં તમે પૂર્ણ કરવા પ્રયાસ કરશો. ખાસ કરીને ઓફિસ જતા લોકો માટે બેંકના કામો પૂર્ણ કરવા એક માથાનો દુઃખાવો હોય છે. ત્યારે આવી સ્થિતિમાં તમારે અવશ્ય જાણવું જોઈએ કે બેંક કયારે ચાલુ હશે અને કયાર બંધ હશે.
આ દિવસોમાં છે Bank Holiday
- ભારતમાં બેંકો કુલ 12 દિવસ માટે બંધ
- 1 જૂન રવિવારના દિવસે સાપ્તાહિક રજા
- 6 જૂન શુક્રવારના દિવસે બકરી ઇદ (કેરળમાં બેંકો બંધ)
- 7 જૂન શનિવારના દિવસે બકરી ઇદ (ગુજરાત, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને કેરળ સિવાય તમામ રાજ્યોમાં બેંકો બંધ)
- 8 જૂન રવિવારના દિવસે સાપ્તાહિક રજા
- 11 જૂન બુધવારના દિવસે સંત કબીર જયંતિ / સાગા દાવા (સિક્કિમ અને મેઘાલયમાં બેંકો બંધ)
- 14 જૂન શનિવારના દિવસે બીજો શનિવાર હોવાથી તમામ બેંકોમાં રજા
- 15 જૂન રવિવારના દિવસે સાપ્તાહિક રજા
- 22 જૂન રવિવારના દિવસે સાપ્તાહિક રજા
- 27 જૂન શુક્રવારના દિવસે રથયાત્રા / કાંગના કારણે ઓડિશા અને મણિપુરમાં બેંકો બંધ
- 28 જૂન શનિવાર ચોથો શનિવાર હોવાથી તમામ બેંકો માટે રજા
- 29 જૂન રવિવારના દિવસે સાપ્તાહિક રજા
- 30 જૂન સોમવારના દિવસે રેમના ની (મિઝોરમમાં બેંકો બંધ)
RBI દ્વારા જાહેર કરાયેલી આ રજાઓની યાદી અનુસાર, બેંક ગ્રાહકો તેમના નાણાકીય કાર્યોનું અગાઉથી આયોજન કરી શકે છે. આ ઉપરાંત આરબીઆઈ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે ગ્રાહકોને તેમના સંબંધિત રાજ્યની બેંક રજાઓની યાદી પણ ખાસ તપાસ કરવી. કારણ કે કેટલાક રાજયોમાં ત્યાં ઉજવાતા ખાસ તહેવારના કારણે બેંક હોલિડે આપવામાં આવે છે જ્યારે અન્ય રાજ્યમાં તહેવારની ઉજવણી ના થવાના કારણે બેંક ચાલુ રહે છે.
બેંક બંધ છતા થશે કામ
બેંક શાખાઓ બંધ હોવા છતાં, UPI, નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ બેંકિંગ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. જોકે, ચેક ક્લિયરન્સ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પાસબુક અપડેટ્સ જેવી કેટલીક સેવાઓ ફક્ત બેંક શાખાઓ દ્વારા જ શક્ય છે, તેથી આ કાર્યો સમયસર પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.