RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 6.50 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો છે. જે લોકોએ હોમલોન, ઓટોલોન જેવી લોન લીધી છે તેમને એવી અપેક્ષા હતી કે આ જાહેરાત બાદ બેંક લોન સસ્તી થઈ જશે. પરંતુ દેશની સૌથી મોટી ખાનગી બેંકે ચૂપચાપ તમારી લોનની EMI મોંઘી કરી દીધી છે. જો તમે પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટ ઘટાડવાના નિર્ણયથી ખુશ છો અને વિચારી રહ્યા છો કે આ નિર્ણયથી તમારી લોનની EMI ઓછી થઈ જશે, તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે.
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી
આપને જણાવી દઈએ કે, રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવા છતાં, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકે લોન મોંઘી કરી દીધી છે, જેની સીધી અસર તમારી લોનની EMI પર પડશે. મહત્વનું છે કે, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 6.50 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો છે. ત્યારે એવી અપેક્ષા હતી કે આ જાહેરાત બાદ બેંક લોન સસ્તી થઈ જશે. પરંતુ દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે આ જાહેરાત બાદ ચૂપચાપ લોન મોંઘી કરી દીધી છે.
બેંકે MCLR વધાર્યો
આપને જણાવી દઈએ કે, એચડીએફસી બેંકે કેટલાક સમયગાળા માટે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નોંધનીય છે કે આ MCLR દર માત્ર ઓવરનાઇટ સમયગાળા પર વધારવામાં આવ્યો છે. અગાઉ 9.15 ટકાનો MCLR વધારીને 9.20 ટકા કરવામાં આવ્યો છે.નવા વ્યાજ દરો 7 ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવ્યા છે.
નવા MCLR દરો આ મુજબ છે
- ઓવરનાઇટ- MCLR 9.15 ટકાથી વધીને 9.20 ટકા થયો
- એક મહિનો- MCLR 9.20 ટકા (કોઈ ફેરફાર નહીં)
- ત્રણ મહિના- MCLR 9.30 ટકા (કોઈ ફેરફાર નહીં)
- છ મહિના- MCLR 9.40 ટકા (કોઈ ફેરફાર નથી)
- એક વર્ષ- MCLR 9.40 ટકા (કોઈ ફેરફાર નહીં)
- 2 વર્ષથી વધુ સમયગાળો - 9.45 ટકા (કોઈ ફેરફાર નહીં)
- 3 વર્ષથી વધુ સમયગાળો - 9.50 ટકા (કોઈ ફેરફાર નહીં)
MCLR કેવી રીતે નક્કી થાય છે?
MCLR નક્કી કરતી વખતે બેંકો ઘણા પરિબળોને ધ્યાનમાં રાખે છે. ડિપોઝિટ રેટ, રેપો રેટ, ઓપરેશનલ કોસ્ટ અને કેશ રિઝર્વ રેશિયોની જેમ, આ બધાને જાળવવાનો ખર્ચ MCLRમાં સામેલ છે. જ્યારે પણ રેપો રેટમાં ફેરફાર થાય છે ત્યારે બેંકોના MCLR રેટને પણ અસર થાય છે. આપને જણાવી દઈએ કે, MCLRમાં વધારાની અસર હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોનની EMI પર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં, જો MCLR વધે છે, તો જૂના ગ્રાહકોને લોન EMI પર વધુ પૈસા ચૂકવવા પડશે, આ સિવાય ગ્રાહકોને મોંઘા દરે નવી લોન પણ મળે છે.
રેપો રેટ એટલે શું?
તમને જણાવી દઈએ કે રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે. જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઊંચા દરે લોન મળે છે. તે જ સમયે, રિવર્સ રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર RBI વાણિજ્યિક બેંકો પાસેથી લોન લે છે.