જો તમારું કોઈ પણ બેંકમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કારણ કે 1 એપ્રિલ 2025થી દેશભરમાં બેંકો સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ તમારા બચત ખાતા, ક્રેડિટ કાર્ડ અને એટીએમ વ્યવહારોને પણ અસર કરશે. જો તમે અત્યાર સુધી આ બધા વિશે નથી જાણતા તો તમારા માટે એ જાણવું જરૂરી છે કારણ કે તમારે આ બેદરકારી માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે.


અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડો છો, તો દર વખતે ફી ચૂકવવી પડશે

જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો તો ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર, બેંકોએ એટીએમમાંથી મફત ઉપાડની મર્યાદા પણ ઘટાડી દીધી છે. હવે ગ્રાહકને અન્ય બેંકોના એટીએમમાંથી મહિનામાં માત્ર ત્રણ વખત મફતમાં પૈસા ઉપાડવાની છૂટ મળશે. આ પછી તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર 20 થી 25 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આનો અર્થ એ છે કે જો તમે મહિનામાં ત્રણથી વધુ વખત અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડો છો, તો તમારે દર વખતે ફી ચૂકવવી પડશે.

નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે 7 રૂપિયા ચૂકવવા પડશે

હાલમાં તમારે રોકડ ઉપાડવા માટે 17 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જે હવે 1 મેથી વધારીને 19 રૂપિયા કરવામાં આવશે. આ સિવાય મિની સ્ટેટમેન્ટ, બેલેન્સ ચેક વગેરે જેવા નોન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ 6 રૂપિયા વસૂલવામાં આવે છે. જે વધારીને 7 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે.

બેંકો ડિજિટલ બેંકિંગમાં નવા ફિચર્સ ઉમેરી રહી છે

ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે, બેંકો ગ્રાહકો માટે સતત ઘણી સુવિધાઓ ઉમેરી રહી છે.હવે ગ્રાહક ઓનલાઈન બેન્કિંગ દ્વારા પહેલાથી સારી સેવાઓ લઈ શકશે. આ માટે બેંકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ચેટબોટ પણ લાવી રહી છે, જે ગ્રાહકોને મદદ કરશે. આ સાથે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવવા માટે, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન જેવા સેફ્ટી ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે.

મિનિમમ બેલેન્સના નિયમો

SBI, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક અને કેટલીક અન્ય બેંકોએ મિનિમમ બેલેન્સને લગતા ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે આ બેલેન્સ આ વાત પર નિર્ભર કરે છે કે, તમારું એકાઉન્ટ શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારમાં છે. જો બેલેન્સ નિર્ધારિત રકમ કરતા ઓછું હોય તો તમારે દંડ પણ ભરવો પડી શકે છે.

  • Follow us on: