તમે સાંભળ્યું હશે કો લોકો બેંકમાંથી લોન લઈને ભરતા નથી અને આમ તેમ ભાગ્યા કરે છે. આવામાં આ સમસ્યાનો નિકાલ ખુદ બેંકીંગ સેક્ટરે કરી લીધો છે. ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા સહિત સમગ્ર દેશની 5 સરકારી બેંક મળીને એક નવી કંપની બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ઈટીના રિપોર્ટ પ્રમાણે આ કંપનીઓનું કામ ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયાથી ઓછી લોન અથવા તો રિટેલ અને MSME એ વસુલવુ પડશે. આ કામને પીએસબી અલાયન્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી આગળ વધારવામાં આવશે પરંતું તેના પહેલા એક કોનસેપ્ટ તૈયાર થશે.
પાંચ બેંકનો સમાવેશ













