બેંક હડતાલ માર્ચમાં બે દિવસ સુધી ચાલશે, એટલે બેંકમાં જતા પહેલા તારીખ તપાસી લેજો કારણકે, IBA સાથે યોજાયેલી મીટિંગમાં, UFBU સાથે સંકળાયેલા તમામ કર્મચારી યુનિયનોએ ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ ઉઠાવી હતી, જેમાં તમામ કેડરમાં ભરતી અને પાંચ દિવસીય કાર્ય સપ્તાહનો સમાવેશ થાય છે. પરંતુ આ મુખ્ય માંગણીઓ પર કોઈ સહમતિ સધાઈ શકી નથી.
બે દિવસીય દેશવ્યાપી હડતાળ શેડ્યૂલ મુજબ ચાલશે: UFBU
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ ગુરુવારે જણાવ્યું હતું કે 24 અને 25 માર્ચે તેની બે દિવસીય દેશવ્યાપી હડતાળ શેડ્યૂલ મુજબ ચાલશે.યુએફબીયુએ જણાવ્યું હતું કે કર્મચારી સંગઠનની મુખ્ય માંગણીઓ પર ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (આઇબીએ) સાથેની વાતચીતનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. IBA સાથેની બેઠકમાં, UFBU સભ્યોએ તમામ કેડરમાં ભરતી અને પાંચ દિવસીય કાર્ય સપ્તાહ સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા હતા.
વાતચીતમાં કયા મુદ્દાઓ ઉઠ્યા?
IBA સાથે યોજાયેલી બેઠકમાં UFBU સાથે સંકળાયેલા તમામ કર્મચારી સંગઠનોએ ઘણી મહત્વની માંગણીઓ ઉઠાવી હતી.જેમાં તમામ કેડરમાં ભરતી અને પાંચ દિવસીય કાર્ય સપ્તાહનો સમાવેશ થાય છે. પરંતુ આ મુખ્ય માંગણીઓ પર કોઈ સહમતિ સધાઈ શકી નથી.
કઈ માંગણીઓ માટે હડતાળ થઈ રહી છે?
સરકારી બેંકોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવી જોઈએ : કર્મચારીઓ અને અધિકારીઓની જગ્યાઓ પર તાત્કાલિક નિમણૂકો કરવી જોઈએ.
પ્રદર્શન સમીક્ષા અને પ્રોત્સાહક યોજનાઓ પાછી ખેંચી લેવી જોઈએ : યુનિયન્સ કહે છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS) દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા નોકરીની સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે.
બેંકોની કામગીરીમાં "માઈક્રો-મેનેજમેન્ટ" પર પ્રતિબંધ મૂકવો જોઈએ : UFBU એ આરોપ લગાવ્યો છે કે સરકારી બેંક બોર્ડની સ્વાયત્તતાને અસર થઈ રહી છે.
ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો : મર્યાદા વધારીને ₹25 લાખ કરવી જોઈએ,જેથી તે સરકારી કર્મચારીઓની યોજનાની સમકક્ષ હોય અને તેને આવકવેરામાંથી મુક્તિ મળે.
IBA ને લગતા બાકી રહેલા પડતર પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ.
બેંકો સતત 4 દિવસ બંધ રહેશે
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અનુસાર, દેશભરની 9 બેંકો 24 અને 25 માર્ચે હડતાળ પર રહેશે.જ્યારે 22મી માર્ચે ચોથો શનિવાર અને 23મી માર્ચે રવિવાર છે, તેથી બેંકો સતત 4 દિવસ બંધ રહેશે. જો તમારે બેંક સંબંધિત કોઈ કામ કરવું હોય તો તેને 22મી માર્ચ પહેલા પૂર્ણ કરી લેવું જોઈએ.
સામાન્ય લોકો અને વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે
સતત ચાર દિવસ બેંકો બંધ રહેવાના કારણે દેશને મોટો આર્થિક ફટકો પડવાની ખાતરી છે.જેના કારણે સરકારની સાથે સામાન્ય માણસની કામગીરી ખોરવાઈ જશે. બેંકોની ચાર દિવસીય હડતાળથી દેશમાં વ્યાપારી ગતિવિધિઓ પર નકારાત્મક અસર પડશે. દરરોજ વેપારીઓ, સેવા પ્રદાતાઓ, કોર્પોરેટ ગૃહો, ઉદ્યોગો, નાના વેપારીઓ અને અન્ય ક્ષેત્રો બેંકિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આનાથી તેમની બેંકિંગ કામગીરી પર નકારાત્મક અસર પડશે. બેંકો બંધ થવાને કારણે NEFT દ્વારા થતા વ્યવહારો અટકી જશે. જેના કારણે મોટાપાયે નુકશાન થવાની સંભાવના છે. આ હડતાળને કારણે ચેક ક્લિયરન્સ, એટીએમની કામગીરી સહિતની ઘણી મહત્વની સેવાઓ ખોરવાઈ જશે.
