• વિસ્તારા, એર એશિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ કરાશે મર્જ
  •  કેમ્પબેલ વિલ્સને સીઈઓ અને એમડી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
  • વિસ્તારા દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં સિંગાપોર એરલાઈન્સ લિમિટેડની સંલગ્ન કંપની 


ભારતનો સૌથી મોટો એરલાઇન્સ સમૂહ વિસ્તારા બ્રાન્ડને રદ કરવાનું પણ વિચારી રહ્યું છે, જે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં સિંગાપોર એરલાઈન્સ લિમિટેડની સ્થાનિક સંલગ્ન કંપની છે. ટાટા ગ્રૂપ તેની ચાર એરલાઇન બ્રાન્ડને એર ઇન્ડિયા લિમિટેડ હેઠળ મર્જ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પગલા દ્વારા દિગ્ગજ કંપનીઓ એરલાઇન સેક્ટરમાં મોટો દાવ રમવાની તૈયારી કરી રહી છે.

ટાટા ગ્રુપ તેની ત્રણ એરલાઈન્સ વિસ્તારા, એર એશિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસને એર ઈન્ડિયામાં મર્જ કરવા જઈ રહ્યું છે. આ સાથે ભારતનું સૌથી મોટું સમૂહ વિસ્તારા બ્રાન્ડને પણ કાઢી નાખવાનું વિચારી રહ્યું છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિંગાપોર એરલાઇન્સ સંયુક્ત એન્ટિટીમાં હિસ્સાનું મૂલ્યાંકન કરી રહી છે. જો કે, ટાટા જૂથ, એર ઈન્ડિયા અને વિસ્તારાના પ્રતિનિધિઓએ આ બાબતે ટિપ્પણી કરવાની ના પડી હતી. સિંગાપોર એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટાટા જૂથ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચે આ સંબંધમાં વાતચીત ચાલી રહી છે.

આ વર્ષે જાન્યુઆરીમાં ટાટા ગ્રુપે ખોટમાં ચાલી રહેલી એરલાઈન એર ઈન્ડિયાની માલિકી હસ્તગત કરી હતી. કેમ્પબેલ વિલ્સને સીઈઓ અને એમડી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ એર ઈન્ડિયાની પુનરુત્થાન યોજના કામમાં છે. કંપની 300થી વધુ નેરો-બોડી જેટ માટે ઓર્ડર આપવાનું વિચારી રહી છે. ઉડ્ડયન ઉદ્યોગમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર હશે. એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને ગયા મહિને કહ્યું હતું કે એરલાઈન આગામી પાંચ વર્ષમાં તેના 113 એરક્રાફ્ટના કાફલાને ત્રણ ગણો કરવાનું લક્ષ્ય રાખે છે.

  • Follow us on: