• બ્રાઝિલમાં યોજાનાર જી-20 સમિટમાં બિલિનિયર ટેક્સ મહત્ત્વનો મુદ્દો બન્યો
  • દેશના અબજોપતિઓ પર સંપત્તિના બે ટકા ટેક્સ લગાડવાની જોગવાઈ 
  • કોંગ્રેસે સરકારને બિલિનિયર ટેક્સને લઈ કર્યો સવાલ

દેશમાં આજે પણ ધનિક વ્યકિતની વાત આવે તો સૌથી પહેલા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા અબજોપતિઓના નામ આવે છે. વિશ્વમાં જે રીતે અસમાનતા વધી રહી છે. વિશ્વ બેંકના રિપોર્ટ પ્રમાણે ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યો છે. ત્યારે આ અબજોપતિઓ પર અલગથી બિલિનિયર ટેક્સ લાગવો જોઈએ એવી ચર્ચા ચાલી છે. આ વર્ષે બ્રાઝિલમાં યોજાનાર જી-20 સમિટમાં આ સૌથી મોટો મુદ્દો બની ચુક્યો છે.
 

ભારત પછી જી-20ની અધ્યક્ષતા આ વર્ષે બ્રાઝિલને મળી છે. જી-20 દેશોમાં જે યજમાન દેશ હોય છે તે પોતાની તરફથી ઘણા મુદ્દાઓ પર સમંતિ બનાવવા ઠરાવ રાખે છે. આ વખતે બ્રાઝિલે બિલિનિયર ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનું સમર્થન ફ્રાંસ, સ્પેન અને જર્મની જેવા દેશો પણ કરી રહ્યા છે.

બિલિનિયર ટેક્સ શું હોય છે ?
બ્રાઝિલમાં બિલિનિયર ટેક્સનો જે ઠરાવ રાખવામાં આવ્યો છે તેને અસલમાં ફ્રાંસના અર્થશાસ્ત્રી ગ્રેબરિયલ જુકમેને તૈયાર કર્યો છે. ખરેખર તો આ જોવા જઈએ તો આ એક સંપત્તિ ટેક્સ છે. આમાં એક નક્કી સીમા કરતાં વધુ સંપત્તિ ધરાવતા માલિકો પાસેથી સરકાર ટેક્સ વસૂલી શકે છે. જૂના સમયમાં આ રીતે ટેક્સ વસૂલાતો હતો.

બ્રાઝિલનો પ્રસ્તાવ છે કે જે લોકોની સંપત્તિ એક અબજ ડોલર એટલે કે આશરે 8300 કરોડ રૂપિયાથી વધુ હોય તો તેને તેના બે ટકા વાર્ષિક ટેક્સ લેવામાં આવે છે. આ જ બિલિનિયર ટેક્સ છે. આમાં વિશ્વના આશરે ત્રણ હજાર સુપર રિચ લોકો પાસેથી સરકારે દર વર્ષે 250 અબજ ડોલર એટલે કે આશરે 20.8 લાખ કરોડ રૂપિયા એકઠા કરી શકશે.

કોંગ્રેસે સરકારને બિલિનિયર ટેક્સને લઈ કર્યો સવાલ
ભારતમાં વિપક્ષ એવા કોંગ્રેસે આનું સમર્થન કરતી દેખાઈ રહી છે. પાર્ટીના નેતા જયરામ રમેશે ટવિટ કરી આની પર સરકારને ભારતની સ્થિતિ દર્શાવવા જણાવ્યું છે. પોસ્ટમાં લખ્યું કે દેશમાં એક બિલિયન ડોલર કરતા વધુ સંપત્તિ ધરાવનારની સંખ્યા 167 લોકો છે. જો સરકાર આ લોકો પાસેથી દર વર્ષે બે ટકા વેલ્થ ટેક્સ લેતો દોઢ લાખ કરોડ રૂપિયાની દેશની તિજોરીને આવક થશેય આ દેશની જીડીપીના આશરે 0.5 ટકા હશે. આનાથી દેશમાં શાળાઓ, હોસ્પિટલ, રિન્યૂબલ એનર્જી અને બીજી જરૂરિયાતો પર રોકાણ કરી શકાશે.

હવે ભારતીયોનું શું મંતવ્ય છે ?
બિલિનિયર ટેક્સને લઈ સામાન્ય ભારતીયોનું શું મંતવ્ય છે આને લઈ તાજેતરમાં એક સરવે પણ થયો હતો. એક ખાનગી સરવેમાં વિશ્વના 68 ટકા લોકોએ બિલિનિયર ટેક્સ લગાવવાની તરફેણમાં છે.

જ્યારે સરવેમાં સામેલ 74 ટકા ભારતીઓએ સુપર રિચ અથવા બિલેનિયર્સ પર લગાવવામાં આવનાર વેલ્થ ટેક્સનું સમર્થન કર્યું છે. તેઓનું કહેવું છે કે આ ટેક્સથી દેશમાં ભૂખમરો અને અસમનાતાને રોકવા હોવો જોઈએ. જ્યારે સરવેમાં સામેલ 68 ટકા લોકોએ ભારતીય આ પૈસાથી વીજળી, પરિવહન, ઉદ્યોગ અને ભોજનની જરૂરિયાતોને પૂર્ણ કરવાની વાત ક
  • Follow us on: