વિમાન બનાવનારી દિગ્ગજ કંપની બોઈંગની હડતાળ કંપનીને ખૂબ ભારે પડી રહી છે. આ હડતાળને લીધે તેનું પ્રોડક્શનને ખૂબ જ ખરાબ રીતે અસર કરી છે. આટલું ઓછું હોય તેમ કંપનીના ત્રિમાસિક પરિણામ પર સારા નહોતા રહ્યા. જેના લીધે કંપનીએ હવે મોટી છટણીની જાહેરાત કરી દીધી છે. બોઈંગનું કહેવું છે કે તે પોતાના વર્કફોર્સમાં આશરે 10 ટકાની કાપ કરશે. આ છટણીની અસર આશરે 17 હજાર કર્મચારીઓ ઉપર પડી શકે છે. આ સિવાય કંપનીને રજા લેવા ઉપર પણ રોક મૂકી દીધી છે.

બોઈંગ કંપનીમાં મોટા પગારવાળા કર્મચારીઓ પર લટકતી તલવાર
બોઈંગ કંપનીમાં આ છટણીની અસર એક્ઝિક્યુટિવ અને મેનેજર સહિત ઘણા કર્મચારીઓ પર પડશે. આ છટણી ઘણા તબક્કામાં આગામી મહિનાઓમાં કરવામાં આવશે. કંપનીની હડતાળથી કંપનીને મસમોટું નુકસાન થઈ રહ્યું છે. જેના લીધે બોઈંગના નવા વિમાન 777 એક્સનું લોંચિંગ પણ હવે 2025ના બદલે 2026માં કરવામાં આવી શકે છે. ઉપરાંત કંપની 767 જેટના જૂના ઓર્ડર પુરા કર્યા પછા આના કાર્ગો વર્ઝનનું પ્રોડક્શન વર્ષ-2027માં બંધ કરી દેશે.

બોઈંગ કંપનીમાં દોઢ મહિનાથી હડતાળ
બોઈંક કંપનીનું પ્રોડ્ક્શન આશરે એક મહિના કરતાં વધુ સમયથી અટકી પડયું છે. આના મશીનિસ્ટે 14 સપ્ટેમ્બરથી હડતાળ પર ચાલ્યા ગયા છે. આ અઠવાડિયે કર્મચારીઓની સાથે ચાલેલી બે દિવસની વાતચીત કોઈપણ પરિણામ વગર પૂર્ણ થઈ ગઈ હતી. કંપનીના આશરે 33 હજાર કર્મચારીઓ હડતાળ પર છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ-2019થી આશરે 25 અબજ ડોલરનું નુકસાન વેઠી રહી છે. ઉપરાંત કંપની સામે ઘણા પડકારો ઊભા છે. આ અગાઉ કંપનીએ હડતાળની આગેવાની કરી રહેલા યુનિયન વિરુદ્ધ નેશનલ લેબર રિલેશન્સ બોર્ડમાં ફરિયાદ પણ કરી હતી. કંપનીનો દાવો છે કે યુનિયન આ હડતાળને સમાપ્ત કરવાના જરાપણ મૂડમાં નથી. 
  • Follow us on: