બીએસએનએલે તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા X હેન્ડલ દ્વારા આ નવી ઓફર વિશે માહિતી શેર કરી છે. આ હેઠળ, જો તમે 1999 રૂપિયાનું રિચાર્જ કરો છો, તો તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. માર્કેટની બીજી મોટી ટેલિકોમ કંપનીઓએ તેમના ગ્રાહકોને આકર્ષવા માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. પરંતુ આ વખતે સરકારી ટેલિકોમ કંપની BSNL પણ કોઈથી પાછળ નથી. BSNL એ દિવાળી અને બાદમાં એક નવી ઓફર લોન્ચ કરી હતી, જે દિવાળી પછી પણ ચાલુ રહેવાની છે.  



બીએસએનએલએ ઓફર વિશે જણાવ્યું

બીએસએનએલે રજૂ કરેલી સ્કીમ પ્રમાણે આ રિચાર્જ માટે તમારે માત્ર 1899 રૂપિયા ચુકવવા પડશે. આની સાથે ગેમ્સ, મ્યુઝિક અને ઘણું બધું ઉપલબ્ધ હશે. તમને જણાવી દઈએ કે BSNL હાલમાં 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તાજેતરમાં BSNLએ Viasat સાથે મળીને નવી ટેક્નોલોજી પર કામ કર્યું છે. આનાથી લોકો સિમકાર્ડ વગર પણ ફોન કોલ અને વીડિયો કોલ કરી શકશે.

Jioના 799 રૂપિયાના પ્લાન પર એક નજર

આ કિંમત શ્રેણીમાં, રિલાયન્સ જિયો કંપનીનો પ્રીપેડ રિચાર્જ પ્લાન 799 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 SMSની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે અને તે મુજબ યુઝર્સને કુલ 126GB ડેટા મળે છે. આ પ્લાન સાથે યુઝર્સને Jio Apps, Jio Cinema અને Jio Cloud જેવી કેટલીક અન્ય સેવાઓનો લાભ પણ મળે છે



Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સોશિયલ મીડિયા અને બીજા માર્કેટ રિપોર્ટના આધારે લખવામાં આવી છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: