ગત કેટલાક મહિનાઓમાં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ચુકી છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ જેવી કે, એરટેલ, વીઆઈ અને જિયોના રિચાર્જ પ્લાન મોંઘા થયા પછી બીએસએનએલે સસ્તા રિચાર્જ પ્લાન રજૂ કરતા લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. બીએસએનએલ પાસે તમામ પ્રકારના યુઝર માટે પ્લાન છે ભલે તે પ્રીપેડ પ્લાન્સ હોય, પોસ્ટપેડ પ્લાન્સ હોય અથવા બ્રોડબ્રેન્ડ પ્લાન્સ હોય. બીએસએનએલ પાસે પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સ માટે ઘણા બધા પ્લાન્સ છે.
હવે બીએસએનએલે બ્રોડબેંડ યુઝર્સ માટે એક જોરદાર ઑફર બહાર પાડી છે. બીએસએનએલની આ નવી ઑફર એવા યુઝર માટે બેસ્ટ છે જેને વધુ ઈન્ટરનેટની જરૂર પડે છે. બીએસએનએલની નવી ઑફરમાં ડેટાની સાથે યુઝરને ઓટીટી એપ્સનું સબ્સ્કિપ્રશ્ન પણ આપવામાં આવે છે.
ઑફરમાં મળશે ઘણા ઓટીટી એપ્સ
બીએસએનએલના આ બ્રોડબેંડ પ્લાનમાં તમને ડેટાની સાથે ફ્રી ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. પ્લાનમાં યુઝરને Disney+ Hotstar, YuppTV pack (SonyLIV, ZEE5), Lionsgate Play, ShemarooMe, and EpicONનું ફ્રી સબ્સક્રિપ્શન આપશે. આટલું જ નહિ આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની પણ સુવિધા આપવામાં આવશે. બીએસએનએલ પોતાના ગ્રાહકોને આમાં કોલિંગ માટે મફત લેન્ડલાઈન કનેક્શન પણ આપી રહી છે.