નાણામંત્રી સામે રોટી, કપડાં અને મકાનની વધતી કિંમતોની સમસ્યાનો ઉકેલ લાવવાનો પડકાર છે. આ ત્રણ વસ્તુઓ દરેક ઘરની સૌથી મોટી અને આવશ્યક જરૂરિયાતો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બજેટમાં ભોજન, કપડાં અને ઘર સસ્તા થશે? નાણામંત્રી નિર્મલા સીતારમણની યોજના શું છે? જાણીશું આ યોજનાઓ વિશે


દેશના સામાન્ય બજેટની રજૂઆત ધીમે ધીમે નજીક આવી રહી છે. ત્યારે આ બજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ છે. એવું માનવામાં આવે છે કે આ વખતે બજેટમાં સામાન્ય માણસ માટે ઘણું બધું હશે. નાણામંત્રી સામે રોટી, કપડાં અને મકાનની વધતી કિંમતોની સમસ્યાનો ઉકેલ લાવવાનો પડકાર છે. આ ત્રણ વસ્તુઓ દરેક ઘરની સૌથી મોટી આવશ્યક જરૂરિયાતો છે.



ભાવમાં ઝડપી વધારો

ખાદ્ય પદાર્થોના ભાવ ઝડપથી વધી રહ્યા છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) અનુસાર, ભારતીય પરિવારોની આવકનો લગભગ 40 ટકા ભાગ ફક્ત ખોરાક પર ખર્ચવામાં આવતો હોય છે. 2024 માં ખાદ્ય ફુગાવો ઘણો વધી ગયો હતો. ટામેટાંના ભાવમાં 161 ટકાનો વધારો થયો છે. જ્યારે બટાકાના ભાવમાં 65 ટકાનો વધારો થયો છે.

સરકાર આગામી બજેટમાં આ દિશામાં કેટલાક પગલાં લઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સાથે સહયોગ કરીને, તે વ્યાજ દરોને સંતુલિત કરી શકે છે. રૂપિયાના વિનિમય દરને સ્થિર કરી શકે છે. તે જ સમયે, ખાદ્ય તેલ જેવી વસ્તુઓની આયાત પણ ફુગાવાને ઘટાડી શકે છે. આ ઉપરાંત, ખાદ્ય સબસિડી યોજનાનો વિસ્તાર કરી શકાય છે.

શું મકાન ક્યારેય સસ્તા થશે?

ભારતમાં લાખો લોકો પોતાના ઘરનું સ્વપ્ન જુએ છે. મોંઘા ઘરોને કારણે, તે પોતાનું સ્વપ્ન પૂરું કરી શકતા નથી. વર્ષ 2024માં, મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં મિલકતના ભાવ 13 ટકાથી 30 ટકા સુધી વધ્યા હતા નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માટે બજેટમાં વધારો કરવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં ફક્ત 91 લાખ ઘરો જ બનાવવામાં આવ્યા છે. બજેટ 2025માં, સરકાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોસાય તેવા મકાનો બનાવવા માટે કેટલીક યોજનાઓ લાવી શકે છે. આમાં હોમ લોન પર કર મુક્તિ વધારવી, સસ્તા ઘરોના નિર્માણને પ્રોત્સાહન આપવું અને વિકાસકર્તાઓને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થઈ શકે છે.

કાપડ ક્ષેત્ર પર ઊંડી અસર પડી

ભારતનો કાપડ ક્ષેત્ર લાખો લોકોને રોજગાર પૂરો પાડે છે. આ ક્ષેત્ર ઘણી સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યું છે. સ્થાનિક માંગના અભાવ, ઉત્પાદન ખર્ચમાં વધારો અને વૈશ્વિક સ્પર્ધાને કારણે આ ક્ષેત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. કાપડ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આગામી બજેટમાં કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે તે હવે જોવુ રહ્યુ

મૂળભૂત કપડાં પર GST ઘટાડવા, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ બજેટ જનતાને રાહત આપશે કે નહી તે આગામી સમય જ બતાવશે જોકે દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થવાની અપેક્ષાઓ છે.

  • Follow us on: