બીએસઇ ઇન્ડેક્સ (73,138) : 72,768 નજીકનો તથા 72,414ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 71,950નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 73,995 તથા તે પાર થયા બાદ 74,736ના પ્રત્યાઘાતી ઉછાળા જોવાશે. નીચામાં 71,950 તૂટતાં ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 71,530 તથા 71,060નો ઘટાડો જોવાશે.

નીફ્ટી સ્પોટ : (22,162) 22,065 તથા 21,998 નજીકના તથા 21,808-21,797ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 21,797નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 22,422 તથા તે બાદ 22,698-22,752ના ઉછાળા જોવાશે. નીચામાં 21,797 તૂટતાં 21,550 તથા 21,425નો ઘટાડો જોવાશે.

બૅન્ક નીફ્ટી સ્પોટ : (49,860) 50,027 તથા 50,346ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 50,500નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 49,104 તથા તે તૂટયા બાદ 48,300નો ઘટાડો જોવાશે. ઉપરમાં 50,500 પાર થતાં 51,032 તથા 51,150ના ઉછાળા જોવાશે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક : (1,288) 1,307ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,325નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,265 તૂટતાં 1,240 તથા તે બાદ 1,200નો ઘટાડો જોવાશે.

એક્સિસ બૅન્ક : (1,049) 1,058 તથા 1,069ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં 1,080નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,029 તથા તે બાદ 1,015 અને 982નો ઘટાડો જોવાશે.

 હિંદ યુનિ લીવર : (2,250) 2,267 પાર થતાં 2,335નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં 2,200 તથા 2,190 મહત્ત્વના ટેકા છે.

નેસ્લે ઇન્ડિયા : (2,247) 2,210ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,164નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,302નો ઉછાળો જોવાશે.

રિલાયન્સ : (1,166) 1,143ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 1,116નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 1,205નો ઉછાળો જોવાશે.

એચએએલ : (4,011) 4,046 નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં 4,151-4,180નો પ્રત્યાઘાતી ઉછાળો જોવાશે. ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 4,251નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 3,929 તથા 3,812 મહત્ત્વના ટેકા છે. 3,812 તૂટતાં 3,770નો ઘટાડો જોવાશે.