માર્કેટ કેપની સંબંધિતતાને સમજતા જ્યારે રોકાણની વાત આવે છે ત્યારે સૌથી અગત્યની સમજવા વસ્તુ છે માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ). સરળ રીતે કહીએ તો તે જે તે કંપનીના કુલ માર્કેટ મૂલ્યને આધારે કંપનીનું કદ દર્શાવે છે, જે બાકી રહેલા શેરની સંખ્યા અને શેરની બજાર કિમતનો ગુણકાર છે. બન્ને શેરો અને મ્યુચ્યુઅલ ફ્ંડ્ઝને તેમના બજાર મૂડીકરણ - લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપને આધારે ત્રણ કેટેગરીઓમાં વહેંચવામાં આવે છે.


માર્કેટ મૂલ્ય દ્વારા ટોચના 100 શેરોને લાર્જ કેપ શેરોમાં વર્ગીકૃત્ત કરવામાં આવે છે, જે સુસ્થાપિત કંપનીઓને રજૂ કરે છે. 101થી 250 ક્રમાંકવાળા શેરો મુડે કેપ કેટેગરીમાં આવે છે. જ્યારે 251થી અને તેનાથી ઉપરના શેરો મિડ કેપ શેરોમાં આવે છે.

કેટેગરી માર્કેટ કેપની દ્રષ્ટિએ ક્રમાંક વૃદ્ધિ સંભાવના જોખમ

લાર્જ-કેપ 1થી 100મી કંપની નીચી નીચું

મિડ-કેપ 101થી 250મી કંપની મધ્યમ મધ્યમ

સ્મોલ -કેપ 251થી ઉપરની કંપની ઊંચી ઊંચું

કલ્પના કરો કે તમે એક ક્રિકેટ ટીમની રચના કરો છો. લાર્જ કેપ શેરો અનુભવી સ્ટાર ખેલાડીઓ જેવા હોય છે - જેમ કે વિશ્વસનીય, સ્થિર અને દબાણ હોવા છતાં નિષ્ફ્ળ જવાની સંભાવના ઓછી રહે છે. મિડ-કેપ શેરો ખાતરીયાદક યુવા ખેલાડીઓ જેવા હોય છે જેઓ સારી સંભાવના ધરાવે છે પરંતુ થોડુ જોખમ ધરાવે છે. જ્યારે સ્મોલ કેપ શેરો તાજી પ્રતિભા સમાન હોય છે - જોમાં અસાધારણ પ્રદર્શન દર્શાવવાની ક્ષમતા હોય છે પરંતુ તેમના બાબતે અનુમાન બાંધી શકાતુ નથી. એક સારી ટીમની જેમ કે દરેક પ્રકારના ખેલાડીઓનું મિશ્રાણ હોય છે તેમ કે મજબૂત રોકાણ પોર્ટફેલિયોમાં પણ લાર્જ-કેપ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોનું મિશ્રાણ હોય છે.

લાર્જ-કેપ શેરો સ્થિરતા અને સ્થિર રિટર્ન પૂરું પાડે છે, જે તેમને લાંબા ગાળાના રોકાણકારો જેઓ ઓછુ જોખમ લેવા માગે છે તેમના માટે ઉત્તમ છે, જ્યારે સ્મોલ કેપ શેરોમાં ઊંચુ વળતર આપવાની સંભાવના હોય છે પરંતુ તેમાં અને ઘણી ઉતર-ચડ આવે છે, જે વૃદ્ધિ અને સ્થિરતા વચ્ચે સંતુલન પ્રદાન કરે છે. જો કોઇ રોકાણકાર તેના સમગ્ર નાણાં સ્મોલ-કેપ શેરોમાં મુકે તો તેમને સારા સમયમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી શકે છે પરંતુ તેમને મંદીમા ભારે નુકસાન પણ જઇ શકે છે. તેથી જ ત્રણેય કેટેગરીઓમાં વૈવિધ્યકૃત્ત રોકાણ કરવું જોખમ અને રિટર્નને મહત્તમ બનાવવાનો શ્રોષ્ઠ માર્ગ છે.

તમામ કેટેગરીના શેર વચ્ચે યોગ્ય એસેટ એલોકેશન જરૂરી

પહેલું પગલું તમારી જોખમ સહનશીલતાને સમજવી તે છે. તમારે પહેલા જેનો સહસંબંધ ઓછો હોય તેવા બે એસેટ ક્લાસમાં રોકાણ કરીને એસેટ ફળવણી સ્તર આ યોગ્ય રીતે સેટ કરવું જોઈએ, જેમ કે ઇક્વિટી અને ડેટ. તમે તમારા રોકાણની મર્યાદા અને જોખમ લેવાની ક્ષમતાના આધારે દેવાનું સ્તર બદલી શકો છો.

દા.ત., જો તમારી પાસે મધ્યમ જોખમ લેવાની ક્ષમતા સાથે લાંબા ગાળાનો ધ્યેય હોય અને ફ્ુગાવાને નાથવાનો ઉદ્દેશ્ય હોય, તો ઋણની 20-25% આદર્શ સંખ્યા હશે.

રોકાણમાં બીજી વસ્તુ માર્કેટ કેપ્સમાં વૈવિધ્યકરણ છે - જોખમ અને વળતરને સંતુલિત કરવા માટે તમારા નાણાંને વિવિધ પ્રકારના માર્કેટ કેપ્સમાં ફેલાવો.

ભારતમાં, સ્મોલ અને મિડ-કેપ્સને જોખમી માનવામાં આવે છે; જોકે, નિફ્ટી 50 સામે બીટા નંબરો 0.92 અને 0.87ની વચ્ચે રહ્યા છે, જે આપણી ધારણાને ખોટી સાબિત કરે છે. જો કે, આનો અર્થ એ નથી કે જો તમારી પાસે વધુ જોખમ લેવાની ક્ષમતા હોય તો તમે દરેક સ્મોલ કેપ અથવા મિડ કેપ આધારિત પોર્ટફેલિયો બનાવો.

જો તમને વધારે જોખમ લેવાનું પસંદ ન હોય, તો વધુ સ્થિર તેવા લાર્જ-કેપ શેરોને તમારા પોર્ટફેલિયોનો મોટાભાગનો ભાગ બનાવવા જોઈએ. જો તમે ઊંચા વળતર માટે જોખમ લેવા માંગો છો, તો મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોનો સમાવેશ કરી શકાય છે. લાર્જ-કેપ શેરોમાં 50-55%, મિડ-કેપ શેરોમાં 25-30% અને સ્મોલ-કેપ શેરોમાં 15-20% હિસ્સો હોવો જોઈએ. આ સંતુલન સ્થિરતા સુનિશ્ચિત કરે છે અને સાથે વૃદ્ધિને પણ મંજૂરી આપે છે.

ઉદાહરણ તરીકે, આર્થિક મંદી દરમિયાન, લાર્જ-કેપ શેરો વધુ સારું પ્રદર્શન કરે છે કારણ કે તેઓ સારી રીતે સ્થાપિત અને આર્થિક રીતે મજબૂત હોય છે. જો કે, જ્યારે અર્થતંત્ર વિકસી રહ્યું હોય, ત્યારે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો ઘણીવાર વધુ સારું પ્રદર્શન કરે છે કારણ કે તેઓ વધુ ફ્લેક્સીબલ હોય છે અને નવી તકોનો લાભ લઈ શકે છે. આ રીતે, ત્રણેય શ્રોણીઓમાં રોકાણ કરીને, રોકાણકારો એક એવો પોર્ટફેલિયો બનાવી શકે છે જે મુશ્કેલ સમયમાં મજબૂત રહે છે અને જ્યારે બજાર સારું પ્રદર્શન કરી રહ્યું હોય ત્યારે વૃદ્ધિનો લાભ પણ મેળવી શકે છે.

મ્યુચ્યુઅલ ફ્ંડ દ્વારા યોગ્ય એસેટ મિશ્રાણ મેળવવું

મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ કરવું એ શેરબજારના વિવિધ સેગમેન્ટમાં રોકાણ પ્રાપ્ત કરવાનો એક શ્રોષ્ઠ માર્ગ છે જે વ્યાવસાયિક સંચાલનનો લાભ માણે છે. રોકાણકારો લાર્જ-કેપ, મિડ-કેપ, સ્મોલ-કેપ, મલ્ટી-કેપ અને ફ્લેક્સી-કેપ ફ્ંડ્સ જેવા વિવિધ વૈવિધ્યસભર મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાંથી પસંદગી કરી શકે છે, દરેક અનન્ય લાભો પ્રદાન કરે છે, જ્યાં મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપ ફ્ંડ્સ દરેક માર્કેટ કેપનું સંયોજન છે.

રોકાણકારોએ મહત્તમ વળતર આપતી વખતે જોખમ ફેલાવવા માટે મ્યુચ્યુઅલ ફ્ંડ્સના યોગ્ય મિશ્રાણ સાથે સારી રીતે સંતુલિત પોર્ટફેલિયો બનાવવો જોઈએ. વિવિધ ફ્ંડ કેટેગરીમાં સ્માર્ટ ફળવણી જાળવી રાખીને, બજારના ઉતાર-ચઢાવ દરમિયાન તમારા રોકાણો મજબૂત રહે તેની તમારે ખાતરી કરવી જોઈએ. સમય જતાં, આ અભિગમ તમને મુશ્કેલ સમયમાં રોકાણોનું રક્ષણ કરવામાં મદદ કરશે, લાંબા ગાળાની સંપત્તિ વૃદ્ધિ પ્રદાન કરશે - જે સુરક્ષિત નાણાકીય ભવિષ્ય બનાવવા માંગતા કોઈપણ માટેતે એક સ્માર્ટ પસંદગી બનાવે છે.


  • Follow us on: