લોધા બ્રધર્સ વચ્ચેનો વારસાઇનો વિવાદ વધુ વકરે એવા એક ઘટનાક્રમમાં અભિષેક લોધાની આગેવાનીમાં કાર્યરત મેક્રોટેક ડેવલપર્સે અભિનંદન લોધાની આગેવાનીમાં કાર્યરત હાઉસ ઓફ અભિનંદન લોધા (એચઓએબીએલ)એ મેક્રોટેકના ખોટા બોર્ડ રિઝોલ્યુશન ઊભા કરી ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા એનઓસી મેળવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે મેક્રોટેક દ્રારા સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મેક્રોટેકે એક્સચેન્જમાં કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું કે સંબંધિત રિઝોલ્યુશનમાં જે તારીખનો ઉલ્લેખ છે એ તારીખે બોર્ડની કોઇ બેઠક જ મળી ન હતી અને બોર્ડે આ પ્રકારનો પ્રસ્તાવ ક્યારેય મંજૂરી કર્યો નથી. એચઓએબીએલએ રજુ કરેલા બોર્ડ રિઝોલ્યુશનમાં કંપનીના ઇન્ડિપેન્ડન્ટસ ડાયરેક્ટરની સહી છે. કંપનીએ આક્ષેપમાં વધુમાં જણાવ્યા મુજબ આ બોર્ડ રિઝોલ્યુશન પર કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર અશ્વિનીકુમારની સહી છે એવું ધ્યાન પર આવ્યું છે. હાલમાં લોધા ગ્રુપની બ્રાન્ડ અંગે બંને ભાઈઓ વચ્ચે મોટો વિવાદ ચાલે છે.
