અદાણી ગ્રુપ અને ભૂતાનના ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશન (ડીજીપીસી) એ ભૂતાનમાં 5,000 મેગાવોટ હાઇડ્રોપાવર ક્ષમતાનો પ્રકલ્પ સંયુક્ત રીતે વિકસાવવા માટે એક સીમાચિહનરુપ સમજૂતિ કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.?વડાપ્રધાન દાશો ત્શેરીંગ તોબ્ગે, ઉર્જા અને કુદરતી સંસાધન મંત્રી લિઓન્પો જેમ ત્શેરીંગ અને અન્ય વરિષ્ઠ મહોદયોની ઉપસ્થિતિમાં ડી.જી.પી.સી. ના મેનેજીંગ ડિરેક્ટર દાશો છેવાંગ રિન્ન અને અદાણી ગ્રીન હાઇડ્રો લિ.ના સી.ઓ.ઓ. (PSP & Hydro) નરેશ તેલ્ગુએ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતિ કરાર 570/900 મેગાવોટ વાંગચુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટેના વર્તમાન સહયોગ પર નિર્મિત છે, જેમાં ડીજીપીસી 51% બહુમત હિસ્સો ધરાવે છે અને અદાણીનો હિસ્સો 49% રહેશે. 5,000 મેગાવોટની આ વિશાળ પહેલ વધારાના હાઇડ્રોપાવર અને પમ્પ સ્ટોરેજ પ્રકલ્પોને તારવવા માટે સમાવિષ્ટ કરશે, જેના વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો તૈયાર કરવામાં આવશે અને તેના તબક્કાવાર અમલીકરણ માટે આગળ વધવામાં આવશે.

અદાણી ગ્રીન હાઇડ્રો લિ.ના PSP & Hydroના સીઓઓ નરેશ તેલ્ગુ એ જણાવ્યું હતું કે આ ભાગીદારી સ્વચ્છ ઉર્જા માળખાના વિકાસ માટે અમારી ઠોસ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી પ્રાદેશિક ઉર્જા સુરક્ષા વધારે છે. ડીજીપીસી સાથે મળીને અમે ભૂતાનને તેના હાઇડ્રોપાવર સામર્થ્યને ભારતને વિશ્વસનીય હરીત ઉર્જાની નિકાસ કરવા માટે સક્ષમ કરી રહ્યા છીએ.