14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવાઈ ગયો. ઉજવણી કરનારાઓ સાથે હવે વેલેન્ટાઈન ડેના નામે સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

પ્રેમની શોધમાં દેશના કરોડો લોકો હાલ ડેટિંગ એપ્લિકેશન, સોશિયલ મીડિયા, મેસેજિંગ પ્લેટફોર્મ તરફ વળ્યા છે. ત્યારે આ સામગ્રીના ઉપયોગથી થતી ઠગાઈના વધેલા મામલાઓ અંગે સાવચેત કરનારો ખુલાસો સામે આવ્યો છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું કે, એઆઈ સંચાલિત કૌભાંડ, ઠગાઈ કરતી ડેટિંગ એપ, ડીપફેકમાં નોંધપાત્ર વધારો થયો છે. સંસ્થા દ્વારા રોમાન્સ સ્કેમને ધ્યાનમાં રાખીને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેની શું અસરો થાય છે તેનો પણ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ચાલુ મહિને આ ઓનલાઈન મોજણી હાથ ધરવામાં આવી હતી. આ સ્ટડીમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયામાંથી સાત હજાર જેટલા વયસ્ક લોકોએ ભાગ લીધો હતો. જેના ચોંકાવનારા આંકડા અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

AIના યુગમાં પહેલાં કરતાં વધુ ભારતીયો કૃત્રિમ પ્રેમ તરફ વળ્યા

એક વૈશ્વિક સર્વેમાં એ વાત સામે આવી હતી કે, લગભગ 61 ટકા લોકો એવું માને છે કે, એઆઈ ચેટબોટ સાથે પ્રેમની લાગણી પેદા થાય તે શકય છે. આ સર્વેમાં ભાગ લેનારા કુલ લોકો પૈકી અડધાથી વધુ ભારતીયોએ જણાવ્યું હતું કે, ડેટિંગ પ્લેટફોર્મ પર વાસ્તવિક વ્યક્તિના રૂપે એઆઈ ચેટબોટ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ડેટિંગ એપની દુનિયામાં ડોકિયું । 61 ટકા લોકોનું માનવું છે કે, એઆઈ ચેટબોટ પ્રત્યે રોમાન્ટિક લાગણી પેદા થવી શકય છે

51 ટકા એ વાતથી સંમત છે કે, તેમને અથવા તેમના કોઈ પરિચિતને એઆઈ ચેટબોટ દ્વારા વાસ્તવિક વ્યક્તિના રૂપે સંપર્ક કરવામાં આવ્યો હતો

69 ટકા લોકોને બોગસ પ્રોફાઈલ અથવા એવી તસવીરો મળી હતી, જે નકલી જણાતી હતી

છેતરપિંડી ક્યાં થાય છે?

34 ટકા લોકો સાથે મેઈન સ્ટ્રીમ ડેટિંગ પ્લેટફોર્મ પર ઠગાઈ થાય છે

54 ટકા લોકો સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છેતરપિંડી થાય છે

21 ટકા લોકો સાથે સ્પેશ્યલાઈઝડ ડેટિંગ પ્લેટફોર્મ પર ઠગાઈ થાય છે

15 ટકા લોકો સાથે ચેટ ફોરમ અથવા કોમ્યુનિટી પર છેતરપિંડી થાય છે

12 ટકા લોકો પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિન્કડઈન પર ઠગાઈનો ભોગ બને છે

34 ટકા લોકોએ રોમેન્ટિક પાર્ટનરના વેશમાં સ્કેમર સાથે વાતચીત કરી હતી નાણાંકીય છેતરપિંડીનો આંકડો । સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડેટિંગ એપના નામે ઠગાઈનો ભોગ બનતાં પીડિત પાસેથી સરેરાશ રૂ.3,64,939ની માંગણી કરવામાં આવે છે ગ્ 70 ટકા લોકો નાણાંકીય અથવા અન્ય સંપત્તિઓથી છેતરપિંડીનો ભોગ બન્યા છે.