તાજેતરના શેરબજારમાં સતત તેજી પછી નાના કરેક્શનનો અનુભવ થયો છે. બેન્ચમાર્ક સૂચકાંકો આ વર્ષની શરૂઆતમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા તાજેતરના અઠવાડિયામાં 10% કરેક્શન જોવા મળ્યું છે. કરેકશનમાં સૌથી મોટી ભૂલ, રિટેલ ઇન્વેસ્ટર ઝડપથી ઘટતા શેરોમાં રોકાણ કરવાની કરે છે.


જે શેરોની કિંમત ફ્ંડામેન્ટલ કારણોને કારણે ઝડપથી ઘટી રહી છે તે ખરીદવાથી દૂર રહેવું જોઈયે. 2019માં જેટ એરવેઝની ગાથા એક સાવધાનીની વાર્તા તરીકે કામ કરે છે. એરલાઈનમાં પ્રશ્નો ઉભા થયા પછી પણ ઘણા રોકાણકારોએ ખરીદી કરવાનું ચાલુ રાખ્યું કારણ કે સ્ટોક રૂ.650 થી ઘટીને રૂ.150 થઈ ગયો, ઘણા લોકો એમ માનતા હતા કે ભારતની પ્રીમિયર એરલાઈન નિષ્ફ્ળ થઈ શકે નહીં. દરેક ઘટાડે તે શેરો ખરીદતા રહ્યા અને છેવટે એરલાઈને કામગીરી સ્થગિત થતા આખરે સ્ટોક નકામો બની ગયો.

વધુમાં, રોકાણકારોએ માત્ર નાની કિંમતના આધારે શેરોમાં રોકાણ કરવાથી સાવચેત રહેવું જોઈએ, જે નબળા રોકાણના નિર્ણયો તરફ્ દોરી શકે છે. 2008માં એક પવનચક્કી અને વૈકલ્પિક ઉર્જા કંપનીના ભાવ રૂ.452ના ભાવે ટ્રેડ કરી રહી હતી પરંતુ 2020 સુધીમાં 5 રૂપિયા કરતા પણ નીચા ભાવમાં આવી ગઈ હતી. હંમેશા યાદ રાખો કે *કિંમત તે છે જે તમે ચૂકવો છો, મૂલ્ય તે છે જે તમે મેળવો છો* - ઓછી કિંમતનો સ્ટોક એ વેલ્યુ ટ્રેપ હોઈ શકે છે. અજાણ્યા સ્મોલ-કેપ સ્ટોક્સ અને IPO એપ્લિકેશન્સમાં મેનિયા ચાલી રહ્યો છે. જે વૈશ્વિક નાણાકીય કટોકટી પહેલા 2007ના રિટેલ ઉત્સાહની યાદ અપાવે છે. ઘણી SME અને સ્મોલ-કેપ અજાણી કંપનીઓએ બિઝનેસ ફ્ંડામેન્ટલ્સમાં અનુરૂપ સુધારા કર્યા વિના મૂલ્યમાં બમણો અથવા ત્રણગણો ભાવમાં વધારો થયો છે. આઈપીઓ માર્કેટ પણ એટલું જ ખળભળાટ મચાવી રહ્યું છે. રિટેલ કેટેગરીમાં તાજેતરની જાહેર ઓફર 100-200 ગણી વધારે સબસ્ક્રાઇબ થઈ જાય છે.

રોકાણકારોએ સાવધાની રાખવી જોઈએ, 2000-2002ના ડોટ-કોમ બબલ વિસ્ફોટ દરમિયાન પીડાદાયક રીતે જે પાઠ શીખ્યા હતા તેને ભૂલી જવા ના જોઈએ. વોરેન બફેટની એક વાત અહીં ખાસ કરીને સુસંગત બને છેઃ *જ્યારે અન્ય લોકો લોભી હોય ત્યારે તમે ભયભીત બનો અને જ્યારે અન્ય લોકો ભયભીત હોય ત્યારે તમે લોભી બનો. તાજેતરમાં નિવૃત્ત થયેલા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ચેતવણી આપી હતી કે, *મૂળભૂત ફ્ંડામેન્ટલના સમર્થન વિના જે શેરોના ભાવ ઝડપથી વધે છે તે સામાન્ય રીતે રોકાણકારોને નિરાશાજનક બનાવે છે.* ઈતિહાસ બતાવે છે કે આવા ઘેલછામાં છૂટક રોકાણકારો મોટાભાગે સૌથી છેલ્લી વ્યક્તિ હોય છે અને જ્યારે તેજી પુરી થાય છે ત્યારે સૌથી વધારે નુકસાન આવા જ રોકાણ કરો અને ટ્રેડર કરે છે. ભારતીય બજારની 1979ની સફર, જ્યારે સેન્સેક્સ 100 પોઈન્ટ પર સ્થાપિત થયો હતો, 2024માં 85,000ને પાર કરી ગયો હતો તેમાં અસંખ્ય સુધારાનો સમાવેશ થાય છે,

પરંતુ જે રોકાણકારોએ શિસ્તબદ્ધ એસેટ એલોકેશન જાળવી રાખીને ગુણવત્તાયુક્ત કંપનીઓમાં રોકાણ કર્યું હતું તેઓ અકલ્પ્ય સમૃદ્ધ થયા છે. આ ઈતિહાસ સૂચવે છે કે સુધારા અનિવાર્ય હોવા છતાં, તેઓ ઘણીવાર રોકાણકારો માટે ટૂંકા ગાળાની કિંમતની ગતિવિધિઓને બદલે ફ્ંડામેન્ટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પ્રગતિ ગ્રાહ્ય છે. એકંદરે, આ કરેક્શન દરમિયાન વિચારશીલ અભિગમની જરૂર છે. ભારતીય બજારોના ઐતિહાસિક ડેટા દર્શાવે છે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs)એ અસ્થિર સમયગાળા દરમિયાન એકસાથે રોકાણ કરતાં સતત સારો દેખાવ કર્યો છે. જાણકાર અને શિસ્તબદ્ધ નિર્ણય લેવાથી રોકાણકારો આ તબક્કાને લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે તકમાં ફેરવવામાં મદદ કરશે. બજારમાં દરેક ઘટાડે શેરો બેન્કિંગના શેરો ભેગા કરો. મને લાગે છે કે 2025માં બેન્કિંગના શેરોમાં સારું વળતર મળી રહેશે. અમને આશા છે કે 2025માં રેટકટ સાઇકલ શરૂ થવા જઇ રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં આરબીઆઈના વલણમાં ફેરફાર જોયો અને તાજેતરમાં જ આપણે સીઆરઆરમાં ઘટાડો પણ જોયો. અમે ખૂબ આશાવાદી છીએ કે આવતા વર્ષે, કદાચ આપણે રેટ કટના ઓછામાં ઓછા 50 બેસિસ પોઈન્ટ જોવું જોઈએ. તે નાણાકીય અને એકંદરે ધિરાણની ધંધા માટે હકારાત્મક હોવું જોઈએ. FY26માં, નિફ્ટી માટે કમાણીની વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો આપનારમાંનો એક BFSI સ્પેસ હોવો જોઈએ, ખાસ કરીને મોટા બેંકિંગ નામો, જાહેર અને ખાનગી બંને અને અમે તેના પર ખૂબ સારી તક દેખાય છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ કાર્યક્ષમતા સુધારવા, ખર્ચ ઘટાડવા અને ગ્રાહક અનુભવ વધારવા, નફાકારકતા વધારવા માટે ડિજિટલ તકનીકોનો લાભ લઈ રહી છે. 2025માં ઘણા ઉત્તર ચઢાવ જોવા મળશે આવા સમયમાં બેન્કિંગના શેરોમાં ઓછા જોખમમાં સારું વળતર કમાવાની ઉત્તમ તક છે.

  • Follow us on: