સંક્ષિપ્ત ટ્રેડિંગ વીક દરમિયાન મંદીવાળાઓનો દબદબો રહ્યો હતો કેમ કે સપ્તાહના ચાર ટ્રેડિંગ સત્રમાંથી ત્રણમાં નિફ્ટી લાલ નિશાન પર બંધ આવી હતી.
વીતેલા સપ્તાહે બેન્ચમાર્કમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેને પગલે બે સપ્તાહના સતત સુધારાનો ટ્રેન્ડ તૂટયો હતો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડાઇસિસમાં ક્રમશઃ બે ટકા અને 2.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી આઈટી અને મેટ ઇન્ડેક્સીસમાં ક્રમશઃ 9.2 ટકા અને 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે ક્ષેત્રિય ઇન્ડેક્સીસમાં સૌથી વધારે ઘટાડો હતો. જ્યારે મીડિયા અને એફએમસીજી ઇન્ડેક્સીસ ક્રમશઃ 0.9 ટકા અને 0.4 ટકા સુધર્યા હતાં, જે ક્ષેત્રિય ઇન્ડાઇસિસમાં સૌથી વધારે લાભ પ્રાપ્ત કરનારા ઇન્ડેક્સ બન્યા હતાં.
નિફ્ટી(સીએમપી : 22,904): શુક્રવારે અમેરિકન બજારોમાં લગભગ છ ટકાનો કડાકો જોવા મળ્યો હતો અને ગિફ્ટ નિફ્ટી પણ સોમવારે અમારા બજાર માટે 600 પોઇન્ટના ભારે કડાકાનો સંકેત આપી રહ્યો છે. 22,692 અને 22,372, માર્ચના નીચલા સ્તરથી જોવા મળેલાં 21,965-23,870ના અપમૂવના 61.8% અને 78.6% રિટ્રેસમેન્ટ સ્તર નજર રાખવા માટેના આગામી ડાઉનસાઇડ સ્તર છે. જો 22,372 પણ રસ્તો આપી દેશે તો નિફ્ટી 21,965ના નીચલા સ્તરને ફરીથી પારખી શકે છે. ઉપરની તરફ 23,300 કલાક દીઠના ચાર્ટ પર તત્કાળ અવરોધ છે, જેના સ્ટોપલોસ સાથે શોર્ટ ટ્રેડિંગને હોલ્ડ કરવામાં આવી શકે છે.
બેન્ક નિફ્ટી(સીએમપી : 51,503): આ ઇન્ડેક્સ સપ્તાહ દરમિયાન ફક્ત 0.1 ટકા ઘટયો હતો, જે નિફ્ટીની સરખામણીએ ઘણો જ સારો દેખાવ કરી રહ્યો છે. 52,064 કે જે માર્ચમાં બનાવેલી ટોચ છે તે તત્કાળ અવરોધ છે. તેના ક્રોસઓવર પર 53,000 જે સપ્ટેમ્બર 2024માં બનાવવામાં આવેલા સર્વકાલીન ઉચ્ચ સ્તર બાદ જોવા મળેલી સંપૂર્ણ ઘટાડાના 78.6% રિટ્રેસમેન્ટ સ્તર નજર રાખવા માટેનું આગલું લક્ષ્ય હશે. ડાઉનસાઇડ પર 50,742 કે જે સપ્તાહ દરમિયાન બનાવવામાં આવેલ સૌથી નીચું સ્તર છે, તત્કાળ સપોર્ટ છે. જેના તૂટવા પર 49,600ની આસપાસ સ્થિત 34 ડીએમએ નજર રાખવા માટે મહત્ત્વપૂર્ણ સમર્થન હશે.
પીડીલાઇટ(સીએમપી : 2,892): 26 માર્ચના રોજ 2,924ની ટોચ બનાવ્યા બાદ સ્ટોક એક નેરો રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યો હતો. શુક્રવારે તે પોતોના કલાકદીઠના ચાર્ટ પર સરેરાશતી વધુના વોલ્યુમ સાથે તૂટી ગયો હતો અને તેને 2,950ના ટાર્ગેટ સાથે વર્તમાન મૂલ્ય પર ખરીદી શકાય છે. સ્ટોપ લોસ 2,847 પર રાખો.
MFSL (CMP: 1,165): 25 માર્ચના રોજ 1,167ની ટોચ બનાવ્યા બાદ સ્ટોકમાં કોન્સોેલિડેશન જોવા મળ્યું હતું. જે દરમિયાન તેણે 1,112ની આસપાસ ટ્રિપલ બોટમ બનાવ્યું હતું. શુક્રવારે તે ડિસ્કેન્ડિંગ ટ્રાયેંગલ ફોર્મેશનમાંથી બ્રેક આઉટ થયો હતો અને તેને 1,200ના ટાર્ગેટ પર વર્તમાન સ્તર પર ખરીદી શકાય છે. સ્ટોપ લોસ 1,139 પર રાખવો જોઈએ.
મેક્સહેલ્થ (CMP: 1,138): 21 માર્ચના રોજ 1,189ની ટોચ બનાવ્યા બાદ સ્ટોક 1,079 પર કરેક્ટ થયો હતો અને ત્યારથી તે પરત ઊછળી રહ્યો છે. શુક્રવારે તેણે કલાકદીઠના ચાર્ટ પર એક બ્રેકઆઉટની પુષ્ટિ કરી હતી અને તેને 1,180ના ટાર્ગેટ માટે વર્તમાન સ્તર પર ખરીદી શકાય છે. સ્ટોપ લોસ 1,104 પર રાખી શકાય.
ટોરેન્ટ ફાર્મા (CMP: 3,286): શુક્રવારે આ શેરમાં 1.2 ટકાનો વધારો નોંધાયો હતો. જેમાં તેનું વોલ્યુમ તેના 20 દિવસના સરેરાશ વોલ્યુમની સરખામણીએ લગભગ બે ગણું હતું અને તેણે પોતાના દૈનિક ચાર્ટ પર હાલના સ્તર સાથે જોડાયેલાં ટ્રેન્ડલાઇનમાંથી બ્રેકઆઉટની પુષ્ટિ કરી હતી. તેને 3,420ના ટાર્ગેટ માટે વર્તમાન સ્તર પર ખરીદી શકાય છે. સ્ટોપ લોસને 3,190 પર રાખો.