લાર્જ કેપની તુલનાએ આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં 0.74 ટકાના ઘટાડાની તુલનાએ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 2.44 ટકા અને બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ 2.56 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

સેશનના અંતે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ1,061 પોઇન્ટના ગાબડા સાથે 42,528ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ 1,261 પોઇન્ટના ગાબડા સાથે 48,005ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં મિડ કેપ ઇન્ડેક્સમાં 1,597 પોઇન્ટની જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 1,912 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોની જેમ એસએમઇ આઇપીઓ શેરોમાં પણ ઘેરી મંદી જોવા મળી હતી અને ઇન્ટ્રા ડેમાં 3,786 પોઇન્ટની અફરાતફરીને અંતે બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 2,216 પોઇન્ટ એટલે કે 2.35 ટકા ઘટીને 92,187ની સપાટીએ બંધ રહ્યો હતો.