નાસ્ડાક લિસ્ટેડ કોગ્નીઝન્ટ સહિત ભારતની ટોચની છ આઇટી કંપનીએ 20 બિલિયન ઉપરાંતના મૂલ્યની સેવાઓ માટે કરાર ચાલુ વર્ષે રિન્યૂ થવાના છે.
2024માં ભારતની કંપનીઓએ 14 બિલિયન ડોલરના સોદાનું રિન્યૂઅલ કરાયું હતું. અમેરિકાએ જ્યારે ટેરિફ લાગુ કરી છે અને વૈશ્વિક મેક્રો ઇકોનોમિક્સમાં અનિશ્ચીતતા જોવા મળી રહી છે તેવા સમયે આ મહત્વના કરાર થવાની રાહ જોઇ રહ્યા છે.આ ડિલમાં બેંકિગ,ફાયનાન્સિયલ સેવા અને ઇન્સ્યુરન્સ, રિટેઇલ,કન્ઝયુમર પેકેજ્ડ ગુડસ અને મેન્યુફેકચરિંગના ડીલ છે. મોટાભાગના સોદાઓ કોવિડ બાદ ત્રણ થી પાંચ વર્ષ માટે થયા હતા. કેટલાક મહત્વના કોન્ટ્રાક્ટ કે જેની રિન્યૂઅલની મુદત નજીક આવી છે તેમાં ટાટા કન્સલન્ટસી સર્વિસિસના નિલસેન અને સ્ટાર એલાયન્સ સાથેના કરારનો સમાવેશ થાય છે. જર્મની સ્થિત એરલાઇન્સના કોન્સોર્ટિયમ સ્ટાર એલાયન્સ છે. ઇન્ફોસિસે જીઇ એપ્લાન્યસીસ અને ડેમ્લેર સાથે , એચસીએલ ટેકે યુકે સ્થિત લાઇફ ઇન્સ્યોરન્સ કંપની ચેસનારા સાથે અને વિપ્રોએ જર્મન ઇલેક્ટ્રિકની યુટિલિટી કંપની ઇઓન અને બ્રાઝિલની પેટ્રોબાસ સાથે તથા ટેક મહિન્દ્રાએ સર્કલ હેલ્થ સાથે કોન્ટ્રાકટ રિન્યૂ કરવાના છે. આ તમામ કંપનીઓ AI આગામી સમયમાં મહત્વની ભૂમિકા પૂરી પાડે તે પહેલા ખર્ચ ઘટાડવા,કાર્યક્ષમતા વધારવાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા પડશે. ક્લાયન્ટ તેમના ઓપરેશનમાં વધુ કાર્યક્ષમતા અને ખર્ચ ઘટાડવા ઉપર ભાર મુકે છે ત્યારે AIનો અમલ મહત્વનો બનશે.ઉદાહરણ તરીકે ઇન્ફોસિસે જર્મન ઓટો ઉત્પાદક ડેમ્લર સાથે 3 બિલિયન ડોલરના સોદા રિન્યૂ કરવા માટે AIને સંકલિત કરે છે.ઇન્ફોસિસને આશા છેકે, જેનાથી 2028 પછી પણ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરી શકશે.
