• ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે

  • હાલનું લોજિસ્ટિક્સ નેટવર્ક વધારવું, સુધારણા માટે કાર્યક્રમો ચાલુ
  • લોજિસ્ટિક્સ માટે ટેકનોલોજી અને નીતિમાં સુધારણા, સ્પર્ધા વધારશે

મેન્યુફેકચરિંગ અને સર્વિસ સપ્લાય ચેઈનના તમામ ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ઘટકોથી સમાવિષ્ટ ભારતીય લોજિસ્ટિક્સ ઉદ્યોગ દેશની આર્થિક મહત્વકાંક્ષાઓને કારણે નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે.

નાણાંકીય વર્ષ 2048 સુધીમાં ભારતનો જીડીપી 26 લાખ કરોડ ડોલર (અને 2030 સુધીમાં 6 લાખ કરોડ ટ્રિલિયન) સુધી પહોંચવાનો અંદાજ છે. 2030 સુધીમાં વ્યાપારી માલની નિકાસને એક લાખ કરોડ ડોલર સુધી વધારવાના લક્ષ્ય સાથે લોજિસ્ટિક્સ સેવાઓની માંગમાં વધારો થવાની ધારણા છે. આ ભારતના પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે એક વિશાળ તક રજૂ કરે છે. જે 2022થી 2050 સુધી 4.5 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક દર (સીએજીઆર)થી વૃદ્ધિ પામવાની ધારણા છે. જે આખરે 15.6 લાખ કરોડ ટન-કિલોમીટર સુધી પહોંચશે.

2022માં ભારતીય પરિવહન અને લોજિસ્ટિક્સ ઉદ્યોગનું મૂલ્ય આશરે રૂ.13 લાખથી રૂ.16 લાખ કરોડ હતું. 2030 સુધીમાં ભારતે તેના લોજિસ્ટિક્સ ખર્ચને જીડીપીના 13 ટકાથી 14 ટકાથી ઘટાડીને આઠ ટકાથી દસ ટકા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઘટાડો હાંસલ કરવાથી સંભવિતપણે નિકાસમાં પાંચ ટકાથી આઠ ટકા વધારો થઈ શકે છે. ભારતની પ્રગતિ વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ (એલપીઆઈ)માં પ્રતિબિંબિત થાય છે. જ્યાં તે 139 રાષ્ટ્રોમાંથી 38માં ક્રમે છ સ્થાનો વધીને આવી છે. આ સુધારણાને ટેકનોલોજીમાં પ્રગતિ, ડેટા આધારિત નિર્ણય લેવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા પર કેન્દ્રિત સરકારી યોજનાઓને આભારી હોઈ શકે છે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ પોલિસી (એનએલપી) અને પીએમ ગતિ શક્તિ કાર્યક્રમ જેવા મુખ્ય નીતિ પગલાં 2024-25 સુધીમાં અપેક્ષિત મૂર્તિ પરિણામો સાથે આ સુધારાઓને આગળ વધારવા માટે નિમિત્ત બન્યા છે. ભારતની નૂર ચળવળ મુખ્યત્વે માર્ગ પરિવહન પર નિર્ભર છે. જે માલસામનના પરિવહન (ટન-કિલોમીટરમાં) 66 ટકા હિસ્સો ધરાવે છે. ત્યારબાદ રેલ (31 ટકા), શિપિંગ (ત્રણ ટકા) અને હવાઈ (એક ટકા) છે. આ વ્યાપક નૂર ચળવળને ટેકો આપવા માટે ભારત 129થી વધુ આંતરદેશીય કન્ટેનર ડેપો, 168 કન્ટેનર ગુડ્સ સ્ટેશન અને 300 મિલિયન ચોરસ ફૂટ વેરહાઉસ ક્ષમતા સહિત માળખાકીય સુવિધાઓનું વિશાળ નેટવર્ક ધરાવે છે. જો કે માર્ગ પરિવહન પર ભારે અવલંબનને કારણે બિનકાર્યક્ષમતા વધી છે. જેના કારણે સરકાર ગતિ શક્તિ અને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ જેવા લોજિસ્ટિક્સ વિશિષ્ટ કાર્યક્રમો શરૂ કરવા માટે પ્રેરાય છે. આ યોજના ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રને વધુ ટકાઉ, ચપળ, પારદર્શક અને સંકલિત બનાવવા માટે છે. જે લાંબા ગાળાની સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપતાં ટૂંકા ગાળાના માળખાકીય પડકારોને સંબોધિત કરે છે.

પીએમ ગતિશક્તિ યોજનાનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય માસ્ટર પ્લાન તરીકે ઓળખાતા એકીકૃત પ્લેટફોર્મ બનાવવાનો છે. જે તમામ આર્થિક ક્ષેત્રો અને તેમના મલ્ટિમોડલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મેપ કરે છે. જ્યારે ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નેટવર્ક પ્લાનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ પોલિસી સેવાઓ, પ્રક્રિયાઓ, ડિજિટલ સિસ્ટમ્સ અને નિમયનકારી માળખામાં કાર્યક્ષમતાને સંબોધીને તેને પૂરક બનાવે છે. એક સાથે આ યોજનાઓનો હેતુ ભારતના લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમના વિકાસ માટે એક વ્યાપક રોડમેપ પૂરો પાડવાનો છે. જે તેને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવે છે અને દેશના મહત્વકાંક્ષી આર્થિક લક્ષ્યોને સમર્થન આપવા સક્ષમ બનાવે છે.


  • Follow us on: